શહેરના અમીન માર્ગ પર આવેલી સિલ્વર પાર્ક ૪માં રહેતા પ્રોફેસરની પત્ની રિસામણે જતા માસિક ‚ા.૨૫ હજારના પગારથી કામે રાખેલી રાજ લક્ષ્મી પાર્કની યુવતી પર અવાર નવાર બળાત્કાર ગુજારી તેના માતા-પિતાએ પણ પ્રોફેસરને મદદગારી કરતા મહિલા પોલીસે ત્રણેયની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જામનગર પંથકની અને કુવાડવા રોડ પર આવેલા રાજ લક્ષ્મી પાર્કમાં રહેતી યુવતીએ અમીન માર્ગ પર રહેતા પ્રોફેસર રક્ષિત પરસોતમભાઇ રૈયાણી, તેના પિતા પરસોતમભાઇ લાધાભાઇ રૈયાણી અને માતા હિનાબેન પરસોતમ રૈયાણી સામે અવાર નવાર બળાત્કાર ગુજારી ખૂનની ધમકી દીધાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. પી.બી.સાપરા સહિતના સ્ટાફે ત્રણેયની ધરપકડ કરી છે.એમ.એ.સુધીનો અભ્યાસ કરનાર યુવતી સત્સંગમાં જતી હોવાથી પ્રોફેસર રક્ષિત રૈયાણીની માતા હીનાબેન રૈયાણીના પરિચયમાં આવી હતી. યુવતીને હીનાબેન પોતાના ઘરે લઇ ગયા ત્યારે રક્ષિત રૈયાણીએ લાગણી બતાવી પોતાની પત્ની પૂનમ માવતર રિસામણે હોવાનું કહી વૃધ્ધ માતા હીનાબેનની દેખભાળ માટે જરૂર હોવાનું કહી પોતાની સાથે રહેવાનું અને માસિક રૂ.૨૫ હજાર પગાર આપવાનું જણાવ્યું હતું.
યુવતીને પણ નોકરીની જરૂર હોવાથી રક્ષિત રૈયાણીને ત્યાં રહેવા માટે જવાની તૈયારી બતાવતા રક્ષિત રૈયાણીએ લીવ ઇન સર્વિસ કોન્ટ્રાકટ કરાવ્યો હતો.
રક્ષિત રૈયાણીએ યુવતીનો હાથ પકડી પોતાના રૂમમાં લઇ જઇ પૂનમને છુટાછેડા આપી દેવાનું અને તેની સાથે લગ્ન કરવાનું જણાવી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી રડવા લાગતા હીનાબેન અને પરસોતમભાઇ રૈયાણીએ પણ કાયદેસરની પત્ની બનાવવાનું કહીપોતાના પુત્ર રક્ષિત રૈયાણી સાથે સંબંધ રાખવાની ફરજ પાડી હતી.
રક્ષિત રૈયાણી દરરોજ યુવતીને પોતાના રૂમમાં બોલાવી અપ્રાકૃતિક સેકસ માણતો અને બટકા ભરી લેતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. યુવતી રક્ષિત રૈયાણીના સકંજામાંથી ભાગી જામનગર પોતાના માતા-પિતા પાસે જઇ પોતાના પર રક્ષિત રૈયાણીએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની ઘટનાની વાત કર્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
રક્ષિત રૈયાણીની પત્ની પૂનમે પણ ન્યાય મેળવવા અમીન માર્ગ પર ધરણા પર બેઠી હોવાનું અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.