જામનગરના શહેર વિસ્તારમાં રહેતા મયુરસિંહ પ્રકાશસિંહ ચૌહાણ (ઉ.વ.રર) નામના શખ્સે થોડા સમય પહેલા એક યુવતી સાથે લગ્ન કર્યા પછી તેણીને ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.
કોઈ જ કામધંધો ન કરી અવારનવાર મારકૂટ કરતા મયુરસિંહએ તેણીને અતિની ગતિ સુધી કવરાવી દઈ પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે તેણી પર અત્યાચારો કરતા તેનાથી વાજ આવી ગયેલી આ યુવતીએ અંદાજે સવા ચાર વર્ષ સુધી ઉપરોક્ત બાબત સહન કરી આખરે પોલીસનું શરણું લીધું છે.
તેણીએ ગઈકાલે જામનગરના ડિવિઝનમાં ઉપરોકત બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (૧), ૪૯૮ (ક) તેમજ ઘરેલું હિંસા અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com