અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબી શહેરમાં પત્નીએ પતિ પર દાદાગીરી દેખાડી મને પૂછ્યા વગર તારા નાના ભાઈને મોટર સાયકલ કેમ આપ્યું કહી લાકડી લઈ પોતાના પતિ પર તૂટી પડ્યા હતા.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબીમાં પંચાસર રોડ પર આવેલ ભાભા એકસ્પોર્ટ હાઉસની પાછળ 403- નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટમાં રહેતા જનક છગનભાઇ મારવાણીયા નામના યુવાનનાં પત્ની મનીષાબેન જનકભાઈ ને તેમના સાસુ-સસરા તથા દેવર સાથે ગમતું ન હોવાથી તેઓ તેમના પતિને તેઓને ઘરે જવા દેતા ન હતા અને તેઓને પોતાના ઘરે આવવા પણ દેતા ન હતા. ત્યારે બે દિવસ અગાઉ જનકભાઈએ પોતાની મોટર સાઇકલ તેના નાનાભાઈ નવીનને આપી દેતા પત્ની રોષે ભરાયા હતા. અને મને પુછયા વગર કેમ મોટર સાઇકલ આપેલ તેમ કહી જનકભાઈને પ્લાસ્ટિકની લાકડી વડે માર માર્યો હતો. અને ગાળો આપી હતી.
ત્યારે લાકડીથી માર મારતા ફરિયાદીને માથાના ભાગે તથા જમણા હાથમાં કોણીં પાસે ઈજાઓ પહોંચી હતી. જેને લઈ જનકભાઈએ તેની પત્ની મનીષાબેનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.