પિતરાઈ ભાઈએ કલેકટર કચેરીમાં કોન્ટ્રાકટબેઝ ઉપર નોકરી કરતા શખ્સ સામે નોંધાવી ફરિયાદ
ભુજની ભાગોળે ખાવડા જતા માર્ગ પર સનદાદા જતા માર્ગ પર રોડની સાઈડમાં ખાડામાંથી તા.૨/૨/૧૮ના અજ્ઞાત યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે હામાં છુંદેલ ‘કે’ અને જમણા પગની ૬ આંગળી પરી યુવતીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં યુવતી મુળ માંડવી તાલુકાના બાડા ગામની તેનું નામ કમળા રાણશી ગઢવી હોવાનું ખુલવા પામ્યું છે. બનાવ અંગે તેના માસીના પુત્રે ભુજના એક શખ્સ સામે શંકા દર્શાવી હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર પાલારા સનદાદા જતા માર્ગ પર કમળાની લાશ મળી આવી હતી. જે અંગે તેની માસીનો પુત્ર મોહન શામળાજી ગઢવીએ હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શકદાર તરીકે ભુજમાં રહેતો અને કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખામાં કોન્ટ્રાકટબેઝ ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરતો જયેશ બબાભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. શકદાર તરીકે દર્શાવાયેલા આરોપી અને કમળા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તેના ભાઈએ ફરિયાદમાં લખાવ્યું હતું. આરોપી અને કમળા વચ્ચે આડા સંબંધ હતા અને બંને તા.૧ના સવારે સનદાદા દર્શન કરવા માટે ગયા હતા. પરત ફરતી વેળાએ બંને વચ્ચે બોલાચાલી જતાં જયેશે તેનું ચાલુ બાઈકે નીચે પાડી દઈ, પથ્રી મારમારી મોતને ઘાટ ઉતારી હોવાની વાત સૂત્રો કરી રહ્યાં છે.
મૃતક કમળા વેરાવળ ખાતે રાણશી ગઢવી સાષ પરણી હતી. ૧૪ વર્ષ પૂર્વે રાણશીનું મોત થયું હતું. ત્યારબાદ કમળા પરત કચ્છ આવી ગઈ હતી. જેમાં પ્રમ તે માંડવીના પાંચોટિયા ખાતે રહેતી હતી અને ત્યારબાદ ભુજ તા બાદમાં મુંબઈ અને અંતમાં રાયધણપર કેવીટી કોલોનીમાં રહેતી હતી. પોલીસે આઈપીસી કલમ ૩૦૨ની કલમ તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.