એક જ દિવસમાં 2 લાખ કરોડનું નુકશાન
ફેસબુકમાં ડેટા લીક મામલે આખું વિશ્વ પરેશાન છે. કરોડો યુઝર્સના ડેટા લીક થવાના મામલે ફેસબુકને પણ ઝટકો લાગ્યો છે. સોમવારે આ સમાચાર બાદ અમેરિકન સોશિયલ મીડિયાના શૅર્સ અંદાજિત 7 ટકા તૂટી ગયા છે અને કંપનીની માર્કેટ વેલ્યુમાં અંદાજિત 35 અબજ ડોલર સુધીનો ઘટાડો થયો છે.
શું છે મામલો?
અમેરિકામાં પ્રેસિડન્ટ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનાર એક ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકા પર અંદાજિત 5 કરોડ ફેસબુક યુઝર્સની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ચોરી કરવાના આરોપ લાગ્યા છે અને શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ દિવસમાં 6.06 અબજ ડોલર (અંદાજિત 395 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,