વોર્ડ નં.13, 14 અને 15માં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત: ભારે વરસાદની આગાહીના કારણે હવે 15મી સુધી યાત્રા સ્થગિત
શહેરનાં વોર્ડ નં.13, 14 અને 15માં વંદે ગુજરાત વિકાસ યાત્રાને શહેરીજનોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. ભારે વરસાદની આગાહીના કારણે હવે બાકી રહેતા વોર્ડમાં 15મી જુલાઈ બાદ યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.12ના રોજ વોર્ડ નંબર-15માં વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રસંગે પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.કમિશ્નર આશિષકુમાર, વોર્ડના કોર્પોરેટર અને વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, વોર્ડ નં.15ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, મકબુલભાઈ દાઉદાણી, વોર્ડ પ્રભારી ઝીણાભાઈ ચાવડા, પ્રમુખ સોનાભાઈ ભાટીયા, મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, સહપ્રભારી દિગુભા ગોહિલ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ મહેશભાઈ અઘેરા, રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી સંજય વંકાણી, શિક્ષણ સમિતિના સભ્ય શરદ તલસાણીયા, પૂર્વ કોર્પોરેટર દેવજીભાઈ ખીમસુરીયા, શામજીભાઈ ચાવડા, બક્ષીપંચ મોરચાના પ્રભારી વરજાંગ હુંબલ તેમજ વોર્ડ નં.15નાં ભાજપના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો અને રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવેલ કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતએ કરેલી પ્રગતિ અને જેની વિશ્વએ લીધેલી નોંધ તેમજ રાજકોટનો વિકાસ, વોર્ડમાં થયેલા વિકાસ કામો (ધારાસભ્યની ગ્રાંટમાંથી) વગેરેની માહિતી આપી હતી.
ભારતની આઝાદીના 75 વર્ષ નિમીતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં થયેલ વિકાસ કામોની વિગતો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.11/07/2022ના રોજ સવારે 09:30 કલાકે વોર્ડ નંબર-13-14માં 4.30 કલાકે વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા વોર્ડ નં. 13નાં કોર્પોરેટર અને દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, વોર્ડ નં.13નાં કોર્પોરેટર ઓ નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એ.આર.સિંહ, માલધારી સેલનાં સંયોજક દિનેશભાઈ ટોળીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી દીવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રભારી રાજુભાઈ બોરીચા, જીતુભાઈ કોઠારી, નિલેશભાઈ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા વોર્ડ નં.13 અને 14નાં ભાજપના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો અને રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે સરકારની યોજનાના લાભાર્થીને ટોકન રૂપે સહાય વિતરણ કરવામાં આવેલ.