નાટક જોઈ પ્રજા અને કોંગી કાર્યકરો હસી રહ્યાં છે
કોગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા અંગે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલ ધરણાંના નાટક સામે પ્રત્યાઘાત આપતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોને રાજીનામું આપવું કે નઆપવું તે કોંગ્રેસની આંતરીક બાબત છે.પરંતુ સમગ્ર ઘટનાક્રમ હાસ્યાપદ છે. સીડબલ્યુસીની કોંગ્રેસની મિટીંગમાં રાહુલ ગાંધીએ કમલનાથ અને અશોક ગહેલોત જેવાં કોંગ્રેસી નેતાઓએ પુત્રમોહમાં, વંશવાદમાં કોંગ્રેસને નુકસાન થયું છે તેવી નારાજીગી વ્યકત કરી છે અને પોતે રાજીનામું આપવા માંગે છે તેવું સીડબલ્યુસીને જણાવ્યું હતું.
પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જીલ્લા, રાજય અને દેશમાં વિવિધ પદો પરની નિમણૂંક માટે રાહુલ ગાંધી પોતે જ નિર્ણયો લેતા હોય છે એટલે અધ્યક્ષ રાહુલ ગાંધી એ રાહુલ ગાંધીને રાજીનામું આપવાની વાત કરી ત્યારે રાહુલ ગાંધી રાજીનામું આપવા માટે ઉતાવળ ન કરે તેવું રાહુલ ગાંઘીએ જણાવ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે હું મક્કમ છું .પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને સૂચના આપી છે કે રાહુલ ગાંધી રાજીનામું ન આપે અને અધ્યક્ષ પદે ચાલુ રહે તેના માટે ધરણાં કરો. કોંગ્રેસના નેતાઓએ ધરણાં કર્યાં. રાહુલ ગાંધીએ અધ્યક્ષ રાહુલ ગાંધીને કહ્યું કે તમે હવે તો માની જાવ ત્યારે અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે હવે કેટલાં દિવસ પછી માની જવું તે હુંનક્કી કરીને રાહુલ ગાંધીને જણાવીશ.
આ બધું પ્રજા અને મીડિયાનું બીજીબાજુ એટલે કે ગેરમાર્ગે ધ્યાન દોરવાનો કોંગ્રેસનો હાસ્યાસ્પદ નિષ્ફળ પ્રયાસ છે.કોંગ્રેસનુંકેન્દ્ર અને રાજયના નેતૃત્વ નિષ્ફળતા છૂપાવવા કોંગ્રેસના આ સમગ્ર ઘટનાક્રમનાં નાટકો જોઈને પ્રજા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હસી રહ્યાં છે.
પંડયાએ કોંગ્રેસનાં આક્ષેપો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કેવ્યક્તિત્વ, કર્તૃત્વ, નેતૃત્વ ને કારણે દેશમાં નરેન્દ્રભાઈ મોદીનો તરફી એક લોકજુવાળ છે. જયારે લોકમન અને લોકમત ભાજપ તરફી હોય ત્યારે લોકપ્રતિનિધિઓ પણ ભાજપમાં જોડાય તે સ્વાભાવિક છે. કોંગ્રેસ બહારનાં બહાનાં ગોતવાનાં બદલે અંદરની સમસ્યા અને નારાજગીનું સમાધાન કરેઅને કોંગ્રેસનાં નેતૃત્વ, નીતિ, નિયતની નિષ્ફળતાને સમજે અને ભાજપ સામે આક્ષેપો બંધ કરે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.