સદૈવ હ્રદયમાં રાખવાની પ્રતિજ્ઞા લેવાનો ‚ડો અવસર: અવળે રસ્તે પડી ગયેલા દેશને સવળે રસ્તે લાવી દેવાની પ્રાર્થના

વિશ્વ દુલા ભાયા ‘કાગ’એ લખેલા એક કવિતમાં બજરંગ બલી હનુમાનજી મહારાજને ‘શ્રી રામચંદ્રજીને ઋણી રાખનાર’ એકમાત્ર સંગાથી તરીકે ઓળખાવ્યા છે.

શ્રીરામે ખુદ શ્રી હનુમાનજીને હૈયે ચાંપીને પ્રસન્નતાપૂર્વક કહ્યું હતું કે, તમે કરેલા મહાન કાર્યો માટે હું તમને કઇ રીતે શાબાશી આપું? તમે તો મારા ભરત સમા જ પ્રિય ભાઇ છો!

હનુમાનજી મહારાજે શ્રીરામના દૂત તરીકે કરેલી સેવા આર્ચાવર્તમાં ભરતખંડમાં હમણા સુધી કોઇએ નહિ કરેલી અતુલિત સેવા તરીકે અજર અમર છે.

રામાયણમાંથી જો હનુમાજીની ભૂમિકાને બાદ કરી નાખીએ તો કાંઇ જ મહત્વનું  મહિમાવંતુ બાકી ન રહે એમ કહેવામાં ભાગ્યે જ કોઇને અતિશયોકિત જણાશે!

રામાવતારના દેશકાળમાં પવનપુત્ર હનુમાનજી છે.

કૃષ્ણાવતારના દેશકાળમાં ‘ભીમ’એ ભૂમિકામાં છે.

જો કે, હનુમાનજી તો રૂદ્રાવતારી શંકર તરીકે વિશેષ દેવતાનું ઐશ્ર્વર્ય ધરાવતા મહાબલી – મહાવીર તરીકે પણ પૂજાતા રહ્યા છે.

આપણા ભવ્ય ઇતિહાસમાં ઘણા બધા વિદ્વાનો, શીર્ષવાન, બુઘ્ધિવાન, જ્ઞાતિ પાત્રો થઇ ગયા છે પરંતુ હનુમાનજી એ એક વિરલા એવા હતા જેમનામાં બધા જ ગુણો  અને ભરપુર શકિત હોવા છતાં પણ જબરદસ્ત સંતુલન હતું. આ શકિત અને સંતુલનનો અલભ્ય યોગ હનુમાનજીમાં જોવા મળે છે.

ખોજ અને સાધના, હનુમાનજીને સાધનાનો ગુણ તો માતાના ગર્ભમાંથી જ મળ્યો હતો. શ્રી કુટણદંતજી મહારાજ અનુસાર હનુમાનજીની માતા અંજની ગર્ભાવસ્થા દરમિયાન સૂર્યનું તપ કરી હતી. જેના કારણે હનુમાનજી સૂગસ્ વિજ્ઞાનની પ્રકાંડ પંડિત હતા.

વિશિષ્ટ યોગ વિદ્યા દ્વારા સૂર્યની ઉર્જાને પાણી માઘ્યમથી ગ્રહણ કરી રુપાંતરીત કરી શકતા હતા. સતત ખોજના કારણે તેમણે એક પદકેતું નામનું યંત્ર બનાવ્યું હતું. જેને ધારણ કરી તેઓ લંકા ગયા હતા. સતત બાર વર્ષ નિર્જલા અન્ન ત્યાગ કરી તપસ્યા કરી હતી. આ બધા ઉદાહરણો પરથી વર્તમાનમાં હનુમાનજીના સતત સંશોધનાત્મક અને સર્જનાત્મક રહેવાનો ગુણ એ સમયની આવશ્યકત છે.

હનુમાનજી પાસે જબરદસ્ત વાકચાતુર્ય હતું. સાધના દ્વારા તેમનામાં ક્ધવીન્સીંગ પાવર નિર્માણ થઇ ગયો હતો. અતિ વિલાપની અવસ્થામાં શ્રીલંકાના અશોક વાટિકામાં માતા સીતાને વાકયાચુર્તથી આશ્ર્વસ્ત કર્યા  ત્યારે હનુમાનજીએ સૂઝબૂઝ દાખવી નિમંત્રણનો સ્વીકાર ના કરવાનું ભગવાન રામને કહ્યું હતું, કારણ હતું કે લંકાની મનોસ્થિતિ એ સમયે પ્રવેશ કરવા જેવી ના હતી. બીજી બાજુ રાવણને પોતાના વાકયાતુષ

ર્થી જ ભગવાન રામની શકિતઓથી અવગત કરાવ્યા હતા. આ બધા ઉદાહરણ પરથી હનુમાનજીનાં ક્ધવીન્સીંગ પાવરના ગુણ વર્તમાનમાં ગ્રહણ કરવા જેવા છે જે ભિતરી સાધના કરવાની પ્રાપ્ત થાય છે.

આત્મીયતા અને સાહસિકતા આ બન્ને ગુણોએ હનુમાનજીના પાત્રને અતુલ્ય બનાવી દીધું છે. હનુમાનજીનો તેમના ગુરુ સાથે મજબુત આત્મીય સંબંધ હતા. જેના કારણે માતા સીતાની શોધમાં જયારે અલગ અલગ દિશાઓમાં વિભિન્ન ટુકડીઓ જઇ રહી હતી ત્યારે ભગવાન  રામે પોતાની વીંટી માત્ર હનુમાનજીને જ આપી હતી. કારણ કે ભગવાન રામ જાણતા હતા. હનુમાનજીનો સમર્થ પોતાની શકિતઓ સાથે છે. માર્ગ તેમને જ મળવાનો છે. બીજી બાજુ જયારે લક્ષ્મણજી મુર્છીત થયા ત્યારે સંજીવની જડીબુટ્ટી શોધવાનું સાહસિક કાર્ય કરવાની ક્ષમતા પણ તેમણે જ દાખવી હતી. આ બધું ગુરુ સાથેના આત્મીય સંબંધના કારણે સંભવ થયું. વર્તમાનમાં સફળતા માટે આ આંતરીક મજબુત સંબંધની આવશ્યકતા છે.

અને હનુમાનજી મહાજ્ઞાની પણ હતા. ભગવાન રામના રાજય અભિષેક બાદ અમૂલ્ય મોતીઓની માળા આપવામાં આવી તો તેમણે માળા તોડી અને ફેંકી દીધી. બધા તેમને અમૂલ્ય માળા તોડવા પર મૂર્ખ ગણતા હતા પરંતુ હનુમાનજી પોતાનું ઘ્યાન રામરુપી વૈશ્ર્વિક ઉર્જા પરથી કોઇપણ કિંમતે હટાવવા માગતા ન હતા. એ ગુણનો ખ્યાલ આ પ્રસંગ પરથી મળે છે. જો જીવનમાં પરથી મળે છે. જો જીવનમાં આવા કોઇ વૈશ્ર્વિક ચેતનાના માઘ્યમ મળી જાય તો તેમનું સાંનિઘ્ય કોઇપણ મૂલ્ય ના છોડવું  આ સંદેશ હનુમાનજીના ગુણોમાંથી થઇ શકીએ તો હનુમાનજીનું જીવન પણ આપણને એક નવી દિશા આપી શકે છે.

‘કુમતિ નિવાર’તરીકે તેમને મતિભ્રષ્ટતાના વિરોધી દર્શાવાયા છે. અને જેમની મતિ, બુઘ્ધિ પવિત્ર અને વિશુઘ્ધ હોય એવા લોકોનો જ સંગ કરવાની હિમાયત કરી છે.

શ્રી હનુમાનજીના ભકતોને કોઇ દેવતા કે ભૂતપ્રેત સતાવી શકતા નથી. શ્રી રામના સાકેતધામમાં શ્રી હનુમાનજી મહારાજ પ્રભુની સેવા અર્થે દ્વાર ઉપર  જ ખડા રહે છે. તેઓ કોઇપણ સ્વરુપ ધારણ કરી શકે છે.

અત્યારે કળિયુગ પ્રવર્તે છે. રાજકર્તાઓ શ્રીરામના મંદિરે અને હનુમાનજી મહારાજના મંદિરે જાય છે એમની ફોજ પણ જાય છે.ે પરંતુ ‘મતિભ્રષ્ટતા’એમને ધેરી વળી હોવાનું અને સમગ્ર રાષ્ટ્રનું અધ:પતન નોતરે એટલે હદે નિંજી સ્વાર્થ, સત્તા લાલસા અને આપખુદી-જોહુકમીના નશામાં તેઓ ડૂબા ઢૂબ બન્યાનું દેખાઇ આવ્યા વિના રહેતું નથી વતન પરસ્તી દેશદાઝનો દુકાળ પડયો છે.

રાષ્ટ્રની હાલની સ્થિતિ અને સમાજનું અત્યારનું સ્વરુપ એવું માનવા પ્રેરે છે કે, આપણા મોભીઓ સ્વાર્થ પૂરતા જ મંદિરે જાય છે, અને જે જાય છે એ બધા સાચા અર્થમાં ધાર્મિક હોતા નથી.

અહીં કટાક્ષ તો એ વાતનો છે કે માનવજાતની તમામ મુશ્કેલીઓ વિપત્તિઓને દૂર કરી દઇ શકે એને લગતું રસાયણ આપણા ધર્મગ્રંન્થો રામાયણ, મહાભારત, ભગવતગીતામાં  છે, અને હજારો ઠેકાણે સોહામણી વ્યાસપીઠો પરથી કથાકારો કથાઓ પીરસે છે. તો પણ અધાર્મિકતાની દુર્ગંધ જેમની તેમ રહી છે.

રાવણો અને કંસોની સંખયા ઘટતી નથી.

હનુમાન ચાલીસા, હનુમાન બાહૂક અને હનુમાનજી મહારાજનાં મંદિરોનાં માઘ્યમો વડે મનુષ્યોને બદલવાની, નવા મહુષ્યોને જન્માવવાની અને મંદીર સંસ્કૃતિને નવું તત્વ સત્તાશીલ બળ આપવાની પ્રાર્થનાભીની તેમજ તપભીની પ્રવૃતિઓની હારમાળા  સર્જવાની પ્રતિજ્ઞા લેવાનો અને હનુમાનજી મહારાજે અપનાવેલા આદર્શોને દેશના ગામડે ગામડે નગર-નગરમાં અને ઘર ઘર સુધી ચરિતાર્થે કરવાનો સમય પાકી ગયો છે.

યુનિવર્સિટીઓમાં ‘પીએચડી’ના વિષય માટે ‘હનુમાન ચાલીસા’જેવા વિષયની પસંદગી થવા લાગે, સ્કૂલો- કોલેજો ધર્માલયો અને ગામોના ચોરે ‘હનુમાન ચાલીસા’ કંઠસ્થ કરીને માત્ર ગાઇ લેવાય એ પૂરતું નથી. એનાં ‘અર્થ’ તથા ‘સાર’ની ‚ડીરીતે સમીક્ષા થાય, નિબંધો લખાય એ જરુરી છે. જયારે આવો દ્રષ્ટપણે અપનાવીને તેનું પરંપરાગત દ્રઢિકરણ થશે ત્યારે જ એ અર્થપૂર્ણ અને સાર્થક લેખાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.