અલગ અલગ કંપનીઓની બનેલી રસીનો ઉપયોગ પહેલા અને બીજા ડોઝ તરીકે કરવાનો ખતરનાક ટ્રેંડ ભારે પડે તેવી ભીતિ
કોરોનાની વિરુદ્ધ દુનિયાભરમાં લડાઈ જારી છે અને જલ્દીથી જલ્દી લોકોને રસી પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તમામ દેશોમાં યુદ્ધસ્તર પર કોરોનાની રસીનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડની રસીના મિક્સિંગ અને મેચિંગને લઈને ચેતવ્યા છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે હાલ આને લઈને ડેટા સામે નથી આવ્યા.
સોમવારે સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપતા કહ્યું કે અલગ અલગ કંપનીઓની બનેલી રસીનો ઉપયોગ પહેલા અને બીજા ડોઝ તરીકે કરવો ખતરનાક ટ્રેંડ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ મિક્સિંગના શુ પરિણામ હોય છે. હાલમાં આ અંગે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
એક ઓનલાઈન બ્રીફિંગ દરમિયાન સ્વામીનાથને કહ્યું કે અનેક લોકોએ અમને પુછ્યું કે તેમણે રસીનો એક ડોઝ લીધો છે અને હવે તેમની યોજના બીજા ડોઝ અન્ય કંપનીઓની લેવાની છે. પરંતુ આ થોડુ ખતરનાક છે. આપણી પાસે રસી મિક્સિંગ અને મેચિંગને લઈને ડેટા ઉપલબ્ધ નથી. તેના ડેટાની રાહ જોવી જોઈએ. બની શકે કે આ સારો પ્રયાસ હોઈ શકે. પરંતુ આ સમયે આપણી પાસે ફક્ત એસ્ટ્રાજેનેકા રસીને લઈને ડેટા ઉપલબ્ધ છે.
જો અલગ અલગ દેશોના નાગરિકો પોતે આ નક્કી કરવા લાગશે કે ક્યારે અને કોણ બીજો, ત્રીજો અને ચોથો ડોઝ લેશે તો અરાજક્તાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. હકિકતમાં અલગ અલગ કંપનીઓની રસીને ભેળવીને અને મેચિંગ કરવાની આ રીત ઈમ્યૂનને વધારવા માટે કરવામાં આવ્યો છે. ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, સ્પૂતનિક આ તમામ રસીના બન્ને ડોઝ આપવામાં આવી રહ્યા છે. તમામ કંપનીઓની રસીના ડોઝની વચ્ચેના સમયનું અંતર અલગ અલગ છે. સ્પૂટનિક-V લાઈટ અને જોનસન એન્ડ જોનસનની રસીનો ફક્ત એક ડોઝ આપવામાં આવી રહ્યો છે