હડતાળને પગલે આમલોકોને દૂધ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓની આજથી ખેંચ પડવાની શરૂઆત થશે
વાપી સહિત દેશભરમાં શુક્રવારે ટ્રાન્સપોર્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળનો આરંભ થયો છે. જેના કારણે વાપીથી અન્ય રાજયોમાં જતી રોજની 5 હજાર જેટલી ટ્રકોના પૈડા થંભી ગયા હતાં. વાપી ટ્રાન્સપોર્ટ એસોશિયનના મેમ્બરો હડતાળ જોડાવાની સાથે એક બેઠક યોજી હતી. જેમાં કેન્દ્ર સરકાર જયાં સુધી ટ્રાન્સપોર્ટરોના પડતર પ્રશ્નો ન ઉકેલે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આ હડતાળના કારણે વાપીના ઉદ્યોગોને સૌથી વધારે અસર થશે.કાચો માલ ન પહોંચવાથી ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. આ સાથે જ શનિવારથી જ આમલોકોને દૂધ-શાકભાજી સહિતની ચીજવસ્તુઓની ખેંચ પડશે.
સરકારે પ્રશ્નો ન ઉકેલતાં હવે ટ્રાન્સપોર્ટરો લડી લેવાના મૂડમાં
વાપીના ટ્રાન્સપોર્ટરો પણ શુક્રવારે દેશવ્યાપી હડતાળમાં જોડાઇ સરકાર સમક્ષ વિવિધ માગણીઓ સંતોષવા માગ કરી હતી. જેમાં ટ્રાન્સપોર્ટરો વર્ષોથી ડીઝલના ભાવ દર ત્રણ મહીને રિસફલ થાય છે. જેથી ડીઝલ ને જીએસટીના દાયરામાં લાવવામાં આવે અને બેરીયર મુક્ત ભારતની માંગ સહિત અનેક પડતર પડતર પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ અત્યાર સુધી કોઇ ઉકેલ નહીં આવતાં આખરે ટ્રાન્સપોર્ટરો લડી લેવાના મુડમાં હોય તેવું લાગી રહ્યુ છે. શુક્રવારે વાપીમાં ટ્રાન્સપોર્ટરોની એક બેઠક મળી હતી.જેમાં જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી એક સૂરે ટ્રકોના પૈડા થંભાવી દેવાનો ટ્રાન્સપોર્ટરો નિર્ણય કર્યો છે.
જેના કારણે વાપીથી અન્ય રાજયોમાં જતી 5 હજાર ટ્રકો થંભી ગઇ હતી. આ હડતાળની સૌથી વધારે અસર ઉદ્યોગોને થઇ રહી છે. કારણ કે કાચામાલ સહિત સહિતની અવર-જવર બંધ થઇ જવાથી ઉદ્યોગોનું ટર્નઓવર ઠપ થવાની સંભાવના છે. શુક્રવારે સાંજ સુધી ટ્રાન્સપોર્ટરોની ટ્રકો વાપીના માર્ગો બંધ હાલતમાં જોવા મળી હતી. આ હડતાળને કારણે વાપી, દમણ અને સેલવાસસ મળી ટ્રાન્સપોર્ટરોને 9 કરોડથી વધુનુ નુકસાન થવા જઈ રહ્યુ છે. ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારોમાં 9 હજારથી વધુ ઉદ્યોગ ધમધમી રહયા છે. જેને કારણે રોજના દેશભરમાંથી 5000થી વધારે ટ્રકોની અવર જવર વાપીથી થાય છે. વાપીમાં અને આસપાસના વિસ્તારોમા ધમધમાતા હજારો નાના મોટા ઉદ્યોગોનો તૈયાર અને કાચા માલની હેરફેર થાય છે. જેને કારણે વાપીના ઉદ્યોગોને પણ મોટું નુકસાનની સંભાવના છે. આ ઉપરાંત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની પણ ખેંચ વર્તાવવાની શરૂઆત થઈ જશે.
ટ્રાન્સપોર્ટરોની આ છે માગ…
– ડિઝલની કિંમતમાં ઘટાડો, દરેક રાજયમાં સમાન કિંમત અને રોજે રોજ ભાવફેરને બદલે ત્રિમાસિક ધોરણે ભાવની સમીક્ષા, ટોલ બેરીયર ફ્રી, થર્ડ પાર્ટી વીમાના પ્રિમિયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને વીમા પોલિસી પર જીએસટી નાબુદી, ટ્રાન્સપોર્ટના ભાડા પર ટીડીએસની નાબુદી, ઇન્કમટેક્ષના અધિનિયમ ધારા-44-એઇમાં અનુમાનિત આવકમાં તર્કસંગત ઘટાડો – ઇ-વે બિલમાં પડતી મુશ્કેલીની સમીક્ષા, બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટની માગણી
હાઈવે પર ટ્રકોનો જમાવડો
હાઈવે પર હજારો ટ્રક થંભી ગઈ છે. જેમાં જરૂરી માલસામગ્રી ભરેલી છે. કલાકો સુધી એક જ સ્થળે ટ્રકો થોભી જતાં આ જથ્થો ખરાબ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.
– 2500 વાપી ટ્રાન્સપોર્ટ એસો.માં સભ્યો,
– 5000 જેટલી ટ્રકોની વાપીમાં રોજ અવરજવર,
– 9 કરોડનું 3 શહેરને રોજનું નુકસાન જશે,
– 9000 ઉદ્યોગો વાપી દમણ, સેલવાસમાં.