પત્રકાર પરિષદમાં માહિતી આપતા સ્કૂલના સંચાલકો

રાજકોટમાં ધી વેસ્ટવુડ સ્કૂલનું શાનદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આવતી કાલે ટીવી સિરિયલના કલાકાર બાલવીર શાળાના મહેમાન બનશે.

પત્રકાર પરિષદમાં માહિતી આપતા સ્કૂલના મેનેજીંગ ડાયરેકટએ સ્કૂલની ખાસિયત વિશે કહ્યું કે, આ સ્કૂલમાં એજ્યુકેશનલ મ્યુઝીકલ બનાવવામાં આવેલું છે જે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સ્કૂલમાં બનાવવામાં આવેલું છે. જેમાં ઇતિહાસ અને ભુગોળને લગતા સાધનો તથા વિવિધ ઐતિહાસિક વસ્તુઓ રાખવામાં આવેલી છે. જેના મદદથી વિદ્યાર્થીઓ ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો સરળતાથી સમજી શકશે.

વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, શાળામાં રમત-ગમતની પુષ્કળ સુવિધાઓ રાખવામાં આવી છે. જેમાં ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, વોલીબોલ, ચેસ અને ખાસ કરીને ગોલ્ડ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું કારણ એ છે કે ગોલ્ફ રમત બિઝનેશ સાથે સંકળાયેલી રમત છે. ઉપરાંત સ્કૂલમાં ડેલકાનિગા કોર્ષ કરવામાં આવશે. જેમાં બાળકોની કુશળતાને ઘ્યાનમાં લેવાય છે અને તેમની સ્કીલ્સને વધારવાનું કાર્ય કરવામાં આવે છે. જે કોર્ષ કરવાનું મુખ્ય કારણ એ છે કે ટેકનિકલ જ્ઞાનથી સારી નોકરી મળે છે. પરંતુ જો સ્કીલ્સ હોય તો એ નોકરીમાં કઇ રીતે આગળ વધવુ અને કઇ રીતે સફળ થવુ એ કરવામાં સરળતા રહે છે. આ કોર્ષમાં કોમ્યુનિકેશન સ્કીલ્સ, પ્રેઝન્ટેશન સ્કીલ્સ, ટાઇમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઇન્ટર પર્સનલ સ્કીલ્સનો સમાવેશ કરવામાં આવે છે. જે સાધારણ શાળામાં કે કોલેજોમાં શીખવાડવામાં આવતું નથી. આ કોર્ષને લગતી બધી જ વસ્તુઓ આ શાળામાં શીખવાડવામાં આવશે. તે સિવાય ૧૦ એકરનું વિશાળ કેમ્પસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓને આવરી લેવાઇ છે. જેમાં બાળકોના રમવાની વિશેષ વસ્તુઓનો સમાવેશ આ ચિલ્ડ્રન પ્લે એરિયામાં કરવામાં આવશે અને આ એરિયામાં એકસાથે ૪૦ બાળકો રમી શકશે તેવુ આયોજન કરવામાં

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યા ભવન દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર અને જવાહર નવોદયના ફાઉન્ડર મેમ્બર તથા ભારત સરકારના એજ્યુકેશન ક્ધસલટન્ટ ડો.મંડલિક પી.છાયા આ સ્કૂલ સાથે જોડાયેલા છે. જેમને શિક્ષણ ક્ષેત્રનો ૬૫ વર્ષનો અનુભવ છે. ડો. છાયા ભારતમાં ૫૦૦ થી વધુ સ્કુલો સાથે જોડાયેલા છે એવુ પણ તેમણે જણાવેલુ હતુ. ઉપરાંત આ સ્કુલના ચેરમેન અ‚ન પટેલ જેમણે ભારતીય વાયુસેનામાં સ્કવોટન લીડર તરીકે ભૂમિકા ભજવેલી છે. તેમણે પણ શિક્ષણક્ષેત્રનો ર૫ વર્ષનો અનુભવ છે. ત્યારબાદ આ શાળાના પ્રિન્સીપલ બિંદી થોમસ વિશે જણાવ્યું કે સેન્ટ જોસેફ સ્કૂલ-મુંબઇના પૂર્વ પ્રિન્સીપલ છે અને જે ૨૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.

તે સિવાય તેમણે શાળાની ખાસીયતો જણાવતા કહ્યું કે, હાલ શાળાએ ગુજરાત બોર્ડ માટે એપ્લાય કરેલ છે અને ત્યારબાદ શાળાને સીબીએસઇની માન્યતા મળે તેવુ આયોજન કરવામાં આવ્યું છે અને અંતમાં ફી બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ફી માટેનો જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેઓ દ્વારા એ ધારાધોરણો મુજબ ફી લેવામાં આવશે અને સરકારના ફી નિયંત્રણના કાયદાને સહકાર આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.