૧૨૦૫ ઘરોમાં ફોગીંગ: ૨૬ આસામીઓને નોટિસ

વરસાદ બાદ ફેલાતા રોગને નિયંત્રણ કરવા તા ફેલાયેલા રોગને નાબુદ કરવા માટે તારીખ: ૦૫-૦૯-૨૦૧૭ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ તા ચિકનગુનિયા જેવા રોગો અનુસંધાને વિવિધ વિસ્તારના ઘરોમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન મેલેરિયા ૧, ડેન્ગ્યુના ૨ તેમજ ચિકનગુનિયાના ૭ કેસ પોઝીટીવ નીકળ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૯૫૫૩ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી જેમાં ૯૩૦ ઘરો પોરા મારે પોઝીટીવ મળેલ હતા. તેમજ ૫૦૪૭૫ પાત્રોની તપાસણી કરવામાં આવી હતી. સોસો ૧૨૦૫ ઘરોમાં ફોગીંગી ચકાસણી પણ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન ૨૬ નોટીસ આપવામાં આવી હતી. વરસાદના લીધે પાણી ભરાતા કુલ ૭૧ ખાડા / ખાબોચિયામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. લોકોને જાગૃત કરવા માટે ૪૯૨૭ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ૨૭ પ્રિમાઈસીસની મુલાકાત પણ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.