રૂડાની પાંચ ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમોને દોઢ માસના સમયગાળામાં મળી મંજુરી
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજકોટની બે ડ્રાફટ ટીપી સ્કીમને મંજુરી આપવામાં આવી છે. આમ છેલ્લા દોઢેક માસ જેટલા સમયગાળામાં ‚ડાની ૭ ડ્રાફટ ટીપી સ્કીમમાંથી પાંચને મંજુરી મળી છે. આ પાંચેય ડ્રાફટ ટીપી સ્કીમ પશ્ર્ચિમ રાજકોટની છે. આગામી દિવસોમાં પશ્ર્ચિમ રાજકોટ વિકાસની હરણફાળ ભરવાની તૈયારીમાં છે.રાજકોટની બે ટીપી સ્કીમ મુંજકા-રાજકોટ યોજના નં.૨૦-૨૧, મુંજકા-‚ડા યોજના નં.૪૨ની સાથે વડોદરાની અટલાદર યોજના નં.૨૫ તેમજ અમદાવાદમાં પાલડી યોજના નં.૨૨, સાબરમતી યોજના નં.૨૩, રામોલ યોજના નં.૧૦૮, ચાંદખેડા યોજના નં.૨૨, દાણીલીમડા યોજના નં.૩૭, ઓગણજ સોલા-ભાડજની યોજના નં.૨૩૬, મોટેરા કોટેશ્ર્વર યોજના નં.૪૮, નારણપુરા યોજના નં.૨૯, સરખેજ-ઓકાફ, મકબરા-ફતેહવાડી યોજના નં.૯૨-એ, ગ્યાસપુર-શાહવાડી યોજના નં.૯૨ બી, નવા વાડજ યોજના નં.૨૮, યુનિવર્સિટી કેમ્પસ યોજના નં.૩૧, ચાંદલોડિયા યોજના નં.૨૬ને મંજુરી આપવામાં આવી છે. આમ તાજેતરમાં રાજકોટની બે તેમજ વડોદરાની એક અને અમદાવાદની ૨૦ ટીપી સ્કીમો પર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મંજુરીની મહોર લગાવી છે. રાજકોટની કુલ પાંચ ડ્રાફટ ટીપી સ્કીમો મંજુર થઈ હોવાથી આગામી દિવસોમાં ટાઉન પ્લાનિંગ અધિકારીઓની નિમણુક થશે. ‚ડાના અધિકારીના જણાવ્યા મુજબ હાલ ‚ડાની બે ડ્રાફટ ટીપી સ્કીમ પેન્ડીંગ રહી છે. આગામી દિવસોમાં નવી ડ્રાફટ ટીપી સ્કીમો બનાવવામાં આવશે જે શહેરના વિકાસમાં વધારો કરાવશે.