રેલ વ્યવહાર ખોરવાતા યાત્રીકો માટે ૧૬ બસની વ્યવસ કરાઈ: તમામ યાત્રીકોને નાસ્તો અપાયો
રાજકોટ મંડળ હેઠળના અસરગ્રસ્ત ટ્રેક પરની કામગીરી ઉપર રેલ પ્રબંધક પી.બી.નીનાવેનું સતત મોનીટરીંગ રહ્યું
પશ્ર્ચિમ ભાગમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પાણી ભરાવાને કારણે રેલ વ્યવહારમાં અડચણો ઉભી થઈ હતી. રાજકોટ મંડળનાં જામનગર-ઓખા અને રેલ વ્યવહારને ભારે અસર પહોંચી હતી. ત્યારે પશ્ચીમ રેલવેની રેસ્કયુ ઓપરેશન ટીમે યુદ્ધના ધારણે કામગીરી કરી રેલ વ્યવહાર સફળ રીતે પૂર્વવત કરાવ્યો છે.સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે રેલ વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો.
જેમાં કાનાલુસ સ્ટેશનનાં રેલવે ટ્રેકને ભારે નુકશાન પહોંચ્યું હતું. ટ્રેક પરની માટી પાણીમાં વહી ગઈ હતી. સાથે ટ્રેક પર પાણી પણ ભરાયું હતું. આવી જ રીતે ભાવનગર મંડળના પ્રાંચી રોડ-દેલવાડા મીટર ગેજ ટ્રેક પર પાણી ભરાવાના કારણે ટ્રેન નં.૫૨૯૫૦ને ગીર ગઢડા અને ગીર હરમદિયા સ્ટેશન વચ્ચે અટકીને રહેવું પડયું હતું.આ દરમિયાન રેલવે ટ્રેક ઉપર ૨૨૫ મીમી જેટલી ઉંચાઈમાં પાણી ભરાયું હતું. ત્યારે ટ્રેનને બે કિ.મી. પાછળ ઉંચાઈવાળા વિસ્તારમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાં લઈ ગયા બાદ પણ પાણીની સપાટીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોવાથી એનડીઆરએફ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. જયાંથી તેઓ દ્વારા મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
રાજકોટ મંડળના રેલ પ્રબંધક પી.બી.નીનાવે તા વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલીક અસરગ્રસ્ત રેલવે સ્ટેશનોની મુલાકાત લીધી હતી. પશ્ચીમ રેલવેના મહાપ્રબંધક એ.કે.ગુપ્તાએ પરિસ્થિતિની જાણકારી મેળવી રેસ્ટોરેશનના કાર્યનું મોનીટરીંગ કર્યું હતું. તાત્કાલીક ૧૫ ડબ્બાવાળી સ્પેશ્યલ ટ્રેન ચલાવી અસરગ્રસ્ત ટ્રેકનું મેન્ટેનન્સ તા રેસ્ટોરેશન કાર્યની ઉપયોગી મટીરીયલ્સ પહોંચાડવામાં આવ્યું હતું.કુલ ૮૦ ડમ્પરોને રેસ્ટોરેશન કાર્ય માટે રોકવામાં આવ્યા હતા. ચાલુ વરસાદે આ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને લઈ કાનાલુસમાં રેસ્ટોર કરવામાં આવેલા ટ્રેક ઉપર પ્રમ ૩ માલગાડીઓ પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ તુતીકોરીન, ઓખા, વિવેક એકસપ્રેસ પસાર કરવામાં આવી હતી. જયારે ભાવનગરમાં રેલ પ્રબંધક દ્વારા એનડીઆરએફ ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ઓખા-મુંબઈ સેન્ટ્રલ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરોટ્ર મેલ, ઓખા-રામેશ્વર એકસપ્રેસ તથા પુરી ઓખા એકસપ્રેસના ૯૭૩ જેટલા યાત્રિકો માટે ૧૬ બસ ભાડે રાખવામાં આવી હતી. આ બસ મારફતે યાત્રીકોને તેમના સ્થળે મુકી જવામાં આવ્યા હતા. આ ઉપરાંત યાત્રીકો માટે નાસ્તાની પણ વ્યવસ કરવામાં આવી હતી.