મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા
ગુજરાત રાજય દ્વારા દિવ્યાંગોનાં આર્થિક અને સામાજીક ઉત્થાન માટે દિવ્યાંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે ગુજરાતનાં વિકાસની સાથોસાથ, સામાજીક ક્ષેત્રે પણ ગુજરાતની પ્રજાનું ઉત્થાન થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચિંતિત છે. તેમ જણાવી વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ મુખ્યમંત્રીને અભિનંદન સહ શુભકામના પાઠવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં શારીરીક રીતે અશકત એવા દિવ્યાંગોનાં આર્થિક અને સામાજીક ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઈ શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતિત રહ્યા છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ દિવ્યાંગોના સામાજીક અને આર્થિક ઉન્નતિની ચિંતા વ્યકત કરી યોજના અમલમાં મૂકવા જાહેરાત કરી હતી.
વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તેઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાં આ યોજના તાકીદે અમલમાં મૂક્વા જણાવ્યુ હતુ તે અનુસંધાને રાજયના મુખ્યમંત્રીએ પણ દિવ્યાંગ યોજનાની જાહેરાત કરીને તેઓનાં આર્થિક તથા સામાજીક ઉત્થાન માટે ચિંતા વ્યકત કરી છે.તેમ જણાવી વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ મુખ્યમંત્રી નાયબ પ્રદેશ ભાજપ પ્રમુખ અભિનંદન પાઠવ્યા છે.
દિપક મદલાણીના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા દિવ્યાંગ મિત્ર નામથી કેટલીક નવી બાબતો મંજૂર કરવામા આવી છે. જેમાં ભારત સરકાર તથા રાજય સરકારની વૃધ્ધ પેન્શન યોજનામાં અંદાજે દોઢ લાખ, ભારત સરકાર અને રાજય સરકારની વિકલાંગ પેન્શન યોજનામાં પણ અંદાજે દોઢ લાખ, વિકલાંગ શિષ્યવૃત્તિ અને સાધન સહાય યોજના અંતર્ગત અંદાજે પાંચ હજાર, કેદી સહાય યોજના અંતર્ગત અંદાજે ૨૦૦ તથા વિકલાંગ વિધવા મકાન સહાયઅંતર્ગત અંદાજે ૫૦ દિવ્યાંગ લાભાર્થીઓ સહિત ત્રણ લાખ ઉપરાંતના લાભાર્થીઓને કેન્દ્ર અને રાજય સરકારની યોજનાનો લાભ મળશે.
આ યોજનાઓ અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા દિવ્યાંગોને રૂ.ત્રણ કરોડ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવશે. આ કારણે દિવ્યાંગોનો આર્થિક અને સામાજીક ઉત્થાન થશે.