જરૂરીયાતમંદ પરિવારોની દિકરીઓને ભવ્યતાથી પરણાવવાનું પૂણ્યશાળી સામાજીક યજ્ઞની વિગતો આપતા અબતકની મુલાકાતમાં આયોજકો થયા ભાવવિભોર
શેરવીથ સ્માઈલ ટ્રસ્ટ દ્વારા સમાજની જરૂરીયાત મંદ 11 દીકરીઓના જાજરમાન સમુહ લગ્નનું આયોજન કરાયું છે. અબતકની મુલાકાતે આવેલ જયકિશનભાઈ ઝાલા, ગોતમભાઈ બારસીયા, સુરજભાઈ ડેર, રોહીતભાઈ રાજપુત, નિખીલભાઈ પોપટ, અભિરાજ તલાટીયા, બ્રીજેશ પટેલ, કપિલભાઈ પંડયા, વિક્રમભાઈ બોરીચા, દર્શનભાઈ ભટી, મીતબારસીયા, હર્ષભાઈ ભટ્ટી એ જણાવેલકે સમુહ લગ્નમાં જોડાનારાઓને ઘરમાં ઉજવાતા લગ્નની તેમજ તમામ વીધી ભવ્ય લગ્ન અને દિકરીઓને જાજરમાન રીતે પરણાવાશે.શેર વિથ સ્માઈલ દ્વારા તા.18 ને શનિવાર મહાશિવરાત્રીએ યોજાનારો સમુહ લગ્નોત્સવ પ્રેરક, અનુકરણીય અને સીમાચિહ્નરૂપ બની રહેશે.
રાજકોટનાં ન્યુ રેસકોર્ષ સામેના ન્યુ.150 ફૂટ રીંગરોડ પરના ગોકુલ પાર્ટી પ્લોટમાં યોજાનારા અવસર એવી 11 દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સમુહ લગ્નોત્સવમાં ગૃહપયોગી ચીજ વસ્તુઓનો પર્યાપ્તકરિયાવર તો અપાશે જ, સાથોસાથ લગ્નના સાત ફેરા સાથે વર્તમાન સમયને અનુરૂપ એવા સાત સંકલ્પો પણ લેવડાવવામા આવશે. તા.18ને શનિવાર (મહાશિવરાત્રી)એ યોજાનારા સમુહલગ્ન પણ સર્વ સમાજ માટે પ્રેરક હશે તેમ આયોજકો સર્વ સૂરજ ડેર, નિખિલ પોપટ, કેયુર રૂપારેલ વિવેક બોરીચા, વગેરેએ જણાવ્યું હતુ આ અવસરે પ્રભુતામાં પગલા પાડનારી દીકરીઓને રાજય સરકારની કુંવરબાઈની મામેરા સહિતની યોજનાનો લાભ પણ આપવામાં આવશે.
સર્વ પ્રકારનાં લાભોથી લાભાન્વિત થનારી દિકરીઓ ખરા અર્થમાં આ અવસર થકી પોતાને ભાગ્યલક્ષ્મી અનુભવે તેમ હોઈ સમુહ લગ્નોત્સવનાં આયોજકોએ અવસરને ભાગ્યલક્ષ્મી એવું નામ આપ્યું તે પણ સાર્થક છે.ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજીત સમુહલગ્નોત્સવમાં એ.ગ્રેડનો લાઈટીંગવાળા લગ્ન મંડપ, ભવ્ય ડેકોરેશન, લાઈવ ઓર્કેસ્ટ્રા, ફાયર વર્કસ, સેલ્ફી ઝોન જેવા તમામ આકષણો થકી લગ્નોત્સવની લાભાર્થી દીકરી અને તેમના પરિજનો લેશમાત્ર લઘુતાગ્રંથી અનુભવે નહીં તેનું પણ ખાસ ધ્યાન અપાયું છે.
એવા આ અવસરે દાન પૂણ્યનો લાભ લેવા ઈચ્છુકે તેમજ સંસ્થા વિશે વિશેષ માહિતી ઈચ્છુકે સંસ્થાના પ્રમુખ કપિલભાઈ પંડયા મો.નં. 99099 60423 પર સંપર્ક કરવા આયોજકો સૂરજ ડેર, નિખિલ પોપટ, કેયૂર રૂપારેલ અને વિક્રમ બોરીચાએ જણાવ્યું હતુ.