બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે શરીર સાથે ચપોચપ ચોટેલા રહેતા સ્કિનટાઈટ જીન્સથી પીઠનો દુખાવો થઈ શકે છે.
એટલું જ નહીં વધુ પડતા લાંબા અને એક ખભા પર ટિંકાયેલા રહેતા બગલથેલા, કોર્ટ, જેકેટ, ઊંચી હિલના શૂઝ કે બેકલેસ શૂઝથી પણ પીઠનો દુખાવો થાય છે. દુખાવામાં પહેરવેશ જવાબદાર હોવા મુદ્દે સંશોધકોએ સંશોધન કર્યા. તેમણે જણાવ્યું કે કુદરતી મૂવમેન્ટમાં અવરોધ ઊભો થતાં આપણા પોશ્ચર બદલાઈ જતા હોય છે.
સંશોધકોની સલાહ છે કે લોકોએ પોતાની ફૈશન પસંદ કરતી વખતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ