eyeOCT આંખના પડદાનું સ્કેન સચોટ નિદાન સાથે ઉત્તમ પરિણામ આપે છે

ઉમરલાયક વ્યક્તિઓમાં દ્રષ્ટિના ધૂંધળાપણાને વધુ ઝડપે ફેલાવે મેક્યુલા ડી જનરેશન: છેલ્લા દાયકામાં ઇન્જેક્શનની સરવારે મેક્યુલા ડી જનરેશનનીમાં ઉત્તરોત્તર સફળતા અપાવી: નિષ્ણાંત તબીબો

માનવ શરીરનું દરેક અંગ અમૂલ્ય છે.જેમાં આંખ એ માનવ શરીરનું ખૂબ મહત્વનું અંગ છે.છતાં જાણતા અજાણતા મનુષ્ય ઘણી વખત આંખની કાળજી રાખતો નથી.આંખમાં થતા રોગોમાં વ્યક્તિ સમયસર આંખોને ચેકઅપ ન કરવાની બેદરકારી પણ સામે આવતી હોય છે. આંખોની તપાસ રેગ્યુલર થવી અનિવાર્ય છે અમુક સમયે આંખોના નિષ્ણાંત તબીબો પાસે વ્યક્તિએ યોગ્ય તપાસ કરાવી જરૂરી છે.

ઉંમરલાયક વ્યક્તિમાં હાલના સમયમાં મોતિયાની સમકક્ષ એડજ જ રિલેટેડ ડીજનરેશન એટલે કે મેક્યુલર ડીજનરેશન નામની સમસ્યા વધુ જોવા મળી રહી છે.ઉંમરને કારણે પડદામાં થતો ઘસારો એટલે મેક્યુલા ડીજનરેશન કહેવાય છે.મેક્યુલા આંખના પડદાનો મેઈન ભાગ છે.95 ટકા દ્રષ્ટિ મેક્યુલાને આધારિત છે.બાકીનો પાંચ ટકા પડદો પેરીફર દ્રષ્ટિને જવાબદાર હોય છે.વિકસિત દેશોમાં અંધત્વોનું ખૂબ મોટું કારણ બન્યું છે.મેક્યુલા ડિજનરેશન ખૂબ જ ઝડપથી ફેલાતો રોગ છે.જિનેટિક,લાઈફ સ્ટાઈલ અને ખરાબ આદતો વાળી વ્યક્તિને આ બીમારી થવાની શક્યતા વધુ રહેતી હોય છે.નિદાન માટે એમ્સ્લર્સ ગ્રીડ ચાર્ટ આપવામાં આવે છે.

Screenshot 9 18

ચોરસ ખાનામાં જે વ્યક્તિને સીધી લાઈન ન બતાય તેને મેક્યુલા ડી જનરેશન થવાની શક્યતા હોય છે.નિદાન અર્થે આંખના પડદાનું સ્કેન કરવામાં આવે છે જેને ઓસીટી કહે છે.તેમજ ક્લિનિકલ સારવારમાં મહિનાના અંતરે ત્રણ ઇન્જેક્શન આપવાના રહે છે.આ ઇન્જેક્શનની શોધ થયા બાદ છેલ્લા દાયકામાં મેક્યુલર ડી જનરેશનની સારવારમાં ઘણી સફળતા મળી છે.વ્યક્તિએ 40-50 વર્ષની ઉંમરથી રેગ્યુલર આંખ તપાસવી કરવી જરૂરી છે.શહેરના નિષ્ણાંત તબીબો સાથે ખાસ વાતચીત કરી અબતક દ્વારા મેક્યુલર ડી જનરેશન પરનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે.

મેક્યુલાર ડીજનરેશનના લક્ષણ

  • દ્રષ્ટિમાં ધૂંધળાપણું થવું.
  • જે લોકો નજીકથી લખતા હોય તેમને અક્ષરો વાંકાચુકા દેખાય છે.
  • કોઈપણ વ્યક્તિના ચહેરા સામે જોવે તો કાળુ ધાબુ નજરમાં આવે છે.
  • ટ્યુબલાઈટ અથવા દરવાજાના કિનારાની સીધી લાઈન વાંકીચૂકી બતાવી છે.

 

Screenshot 10 11મેક્યુલાર ડીજનરેશમાં OCT સચોટ નિદાન માટે કારગત: ડો.ધ્રુવ વોરા

ગદ્રે આઈ હોસ્પિટલ પડદાના રોગના નિષ્ણાત ડો.ધ્રુવ વોરાએ જણાવ્યું કે,મેક્યુલર ડીજનરેશને બે પ્રકારમાં વિભાજીત કરવામાં આવે છે.ડ્રાય મેક્યુલર ડીજનરેશન,વેટ મેક્યુલર ડીજનરેશ.વેટ મેક્યુલર ડીજનરેશ પડદાની નીચે છારી બનવાનું શરૂ થાય છે.જે આંખને નુકશાની પોહચડે છે.મેક્યુલર ડીજનરેશનમાં ક્લિનિકલ રૂપે સારવાર કરવામાં આવતી હોય છે.પડદાનું સ્કેન ઓસીટી કરવામાં આવે છે. ઉપયોગી બને છે સચોટ નિદાન આપે છે.

Screenshot 11 8વધતા પડદાના રોગ દૃષ્ટિની ખામી સર્જે છે: ડો.અનુરથ સાવલિયા

સાવલિયા આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડો.અનુરથ સાવલિયા જણાવ્યું કે, પડદામાં થતી રોગોની તકલીફોને મેક્યુલા ડીજનરેશન કહેવામાં આવે છે. સામાન્ય રીતે પડદાના વધતા જતા રોગો દ્રષ્ટિની ખામી સર્જી રહ્યા છે. મોતી અને કેટ્રેસના ઓપરેશન પહેલા પણ પડદાના રોગોની તપાસ કરાવી જરૂરી છે.જો મેક્યુલા હેલ્ધી હશે તો જ મોતિયો અને કેટ્રેસમાં ઉપયોગ થતી મણિયો શ્રેષ્ઠ પરિણામ આપે છે.રેગ્યુલર ચેકઅપ કરવું જરૂરી છે.લાઈફસ્ટાઈને ઇમપ્રુવ કરાવી જરૂરી છે.ખરાબ આદતોને ટાળવી અનિવાર્ય છે.

Screenshot 12 5મેક્યુલા ડીજનરેશનને અટકાવવા વિજ્ઞાને હરણફાળ ભરી છે: ડો.અજય મહેતા

કેશુભાઈ આંખની હોસ્પિટલ ના નિષ્ણાંત ડો.અજયભાઈ મહેતાએ જણાવ્યું કે,મેક્યુલા ડીજનરેશન સમસ્યા આંખની થતી તકલીફોમાં દ્રષ્ટિને કાયમ માટે નબળી પાડે છે.પરંતુ મેક્યુલા ડીજનરેશને અટકવાવ વિજ્ઞાનને હરણફાળ ભરી છે. આંખની અંદર ઇન્જેક્શન દ્વારા બીમારીને અટકાવી શકાય છે.મેક્યુલા ડીજનરેશનમાં  લોહીની નળી ઉગાડવાનું એક સ્ત્રાવ કામ કરે છે. તેને અટકાવવાનું કામ આ ઇન્જેક્શન દ્વારા કરવામાં આવે છે. આ સારવારથી દ્રષ્ટિને નુકસાન થતું અટકાવી શકાય છે.

40-50 વર્ષની ઉંમરથી રેગ્યુલર આંખ તપાસ રેગ્યુલર કરવી જરૂરી છે: ડો.અમીનેશ ધ્રુવ

eye dr raju dhruv

ધ્રુવ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડો.અમીનેશ ધ્રુવએ જાણવ્યું કે,આંખના પડદાનો મેક્યુલા મેઈન ભાગ છે.95 ટકા દ્રષ્ટિ મેક્યુલા અને આધારિત છે.વિકસિત દેશોમાં અંધત્વોનું ખૂબ મોટું કારણ બન્યું છે મેકુલા ડિજનરેશન મેક્યુલર ડી જનરેશન ખૂબ જ ઝડપથી ફેલાતો રોગ છે. મેક્યુલામાં નિદાન અર્થે આંખના પડદાનું સ્કેન કરવામાં આવે છે જેને ઓસીટી કહે છે.40-50 વર્ષની ઉંમરથી રેગ્યુલર આંખ તપાસ રેગ્યુલર કરવી જરૂરી છે.નિદાન માટે એમ્સ્લર્સ ગ્રીડ ચાર્ટ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.