વર્ગનો આરંભ:-

* વર્ગની શરૂઆત ૧ મિનિટના મૌનથી કરો. વિદ્યાર્થીઓને ધીરેથી આંખો બંધ કરીને આરામ કરવાનું કહો અને તમારા કહ્યા પછી જ આંખો ખોલે તેવી સૂચના આપો. આવું ૧ મિનિટ સુધી જ કરવું કારણ કે વિદ્યાર્થીઓ વધુ સખત શાંત નહીં રહી શકે, આ મૌન વિદ્યાર્થીઓને અદબથી બેસવામાં મદદ કરો.

પ્રાર્થના :-

* થોડા સમય મૌન પછી પ્રાર્થના શરૂઆત કરો. રોજ થોડીક સરળ પ્રાર્થનાઓ બાળકો પાસે ગવડાવો પ્રાર્થના ગાવાથી પવિત્ર વાતાવરણ સર્જાય છે. વિદ્યાર્થીઓએ ટટ્ટાર બેસી, અદબ વાળી અને આંખો બંધ કરીને જ પ્રાર્થના ગાવીપાછલા વર્ગનું પુનરાવર્તન કરો:-

પ્રાર્થના પતે પછી વિદ્યાર્થીઓએ કરેલું ઘરકામ તપાસો જો ગયા વર્ગનો પાઠ જ આ વર્ગમાં ચાલુ રાખવાના હો, તો થઇ ગયેલા પાઠનું પુનરાવર્તન કરો.

અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિગતો (રૂપરેખા):-

* હવે તમે પાઠ આગળ ચલાવી શકો છો, આ પાઠયક્રમના માળખામાં દરેક મૂલ્યોનું જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે વર્ગીકરણ કર્યુ છે છતાં પણ દરેક મૂલ્યો એકબીજા સાથે સુસંગત છે અને તેમને સંલગ્ન કરીને જ શીખવવા વર્ગની શરૂઆતમાં કે તેના અંતમાં મૂલ્યો કોઇપણ વિઘાર્થીઓ માટે વધુ સરળ અને આનંદદાયક બની રહેશે., વર્ગના કોપણ વિદ્યાર્થીનું નામ કોઇ કે પ્રસંગમાં ના આવે તેનું ઘ્યાન રાખજો, આવું કરવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા નહિ તૂટે, પાઠ સાથે આપેલી વાર્તાઓ તમારી મદદ માટે જ છે. જો તમારા ઘ્યાનમાં વધુ સુસંગત વાર્તા હોય તો તે જરૂરથી કહી શકો છો, આ વિષય જ એવો છેકે તેને પાઠ પૂરો કરવા પૂરતો મર્યાદિત ના કરી શકાય. જો તમને લાગે કે કોઇ પાઠમાં ઘણું કહેવાનું છે તો તેને તમે બે થી ત્રણ વર્ગમાં વહેંચી આરામથી અને વિદ્યાર્થીઓને આનંદ આપે એ રીતે ભણાવી શકો છો, તમે જયારે બાળકોને પ્રશ્ર્નો પૂછો ત્યારે તેમને એવું લાગવું જોઇએ કે તેમનો અભિપ્રાય પૂછવામાં આવી રહ્યો છે તેમની ચકાસણી નથી થતી, જયારે કોઇપણ વિઘાર્થી કોઇ શંકા લઇને આવે અથવા પ્રશ્ર્ન પૂછે કે ટીપ્પણી કરે તો તેને ટાળવાને બદલે ચર્ચા કરશીું પછી તમે એ વિષય પર થોડું વિશેષ વાંચન કરો અથવા કોઇ સાથે ચર્ચા કરી તેનો જવાબ મેળવો પછીના વર્ગમાં વિઘાર્થીના પ્રશ્ર્નો જવાબ ભૂલ્યા વગર આપો.

આગલા વર્ગ માટેની માનસિક તૈયારી:-

હવે પવીના વર્ગમાં તમે શું કરવાનો છો તેનું સૂચન કરો અને વિદ્યાર્થીઓને તેની ઉપર થોડું મનન કરવાનું કહો

વર્ગની સમાપ્તિ:-

વર્ગની સમાપ્તિ પ્રાર્થનાથી કરો.

મૂલ્યો પાછળનો તર્ક અને તેનો હેતું:-

મૂલ્યોનું શિક્ષણ બાળકને નૈતિકતા તરફ દોરે છે અને તેને સારા ખોટા વચ્ચેનો તફાવત કરતાં શીખવે છે. આજનું બાળક બુઘ્ધિશાળી અને તર્કસંગત હોય છે, જયાઁ સુધી કોઇ વાત સઁપૂર્ણપણે ગળે ન ઊતરે, ત્યાં સુધી તે વાત માનવાને તૈયાર નથી થતું અને એટલે જ અહીં આ વિષયનો હેતુ અને તર્ક સમજાવ્યા છે.

* અમુક ચોકકસ મૂલ્યોને જ કેમ આ ધોરણ માટે પસંદ કરવામાં આવ્યાં છે?

* વાલી/શિક્ષકે આ મૂલ્યોને શીખવતી વખતે કઇ બાબતોનું ઘ્યાન રાખવું જોઇએ?

* બાળકો આ મૂલ્યો શીખીને શું મેળવે છે?

ઉપરની બાબતો શિક્ષકોને આ વિષય શિખવાડવા માટે અસરકારક માળખું તૈયાર કરવામાં મદદ કરે છે. પાઠ શિખવાડતા પહેલા શિક્ષકોને નિવેદન છે કે તેઓ પાઠને પહેલેથી વાંચી લે કારણ કે….

* જો શિક્ષક તૈયારી સાથે વર્ગમાં આવે તો તે વિદ્યાર્થીઓને મનોરંજક રીતે ભણાવી શકે

* જો શિક્ષણ આનંદદાયક હશે તો બાકી બધા પાસાં જેવો કે તર્કસંગત સમજ, અભ્યાસક્રમ પૂરો કરવો, વિદ્યાર્થીઓની કસોટી વ. આપમેળે જ સરળ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.