દરેક લોકો પોતાના વ્યવસાય કે ધંધામાં સમૃધ્ધિ લાવવા ઇચ્છતા હોય છે પરંતુ તેના માટે અમુક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ તે ચાલો આપણે જાણીએ કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.
ઓફિસ અથવા દુકાનમાં ઉભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવાનું જોઇએ. પરંતુ ખાસ ધ્યાન રાખવુ કે તેના બંને પગ જમીનનો અડેલા હોવા જોઇએ. તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે. દુકાન અથવા ઓફિસમાં જો શોકેઝ બનાવવાના હોય તો તેને ઉત્તર અથવા પશ્ર્ચિમ દિશામાં રાખવા. તેનાથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. ધનની વૃધ્ધિ માટે તિજોરીને ઉત્તર દિશામાં ખુલે તે રીતે રાખવી જોઇએ. કારણે આ દિશા ખુલે તે રીતે રાખવી જોઇએ કારણે આ દિશા દેવતાઓના કોષાધ્યાક્ષ કુબેરની દિશા છે.
મુખ્ય વ્યક્તિને દુકાન કે ઓફિસમાં બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી જોઇએ. સોના-ચાંદીના વેપારીઓએ લાલ અથવા ઓરેન્જ કલરની વસ્તુઓ દુકાનમાં ન રાખવી જોઇએ. જુતા, ચપલ કે ઝાડુ ટેબલ નીચે રાખવામાં આવે તો ધંધામાં ખોટ આવી શકે છે. દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તે રીતે રાખવો જોઇએ. બહારની બાજુ ખુલતો દરવાજો રાખવાથી ખર્ચ વધે છે.