ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની સપાટી અભૂતપૂર્વ 133 મીટર પાર કરી ગઇ છે. 138.86 મીટરની પૂર્ણ સપાટી સામે નર્મદામાં સપાટી પહેલીવાર 133.32 મીટર પર છે.
સરદાર સરોવરમાં 9460 એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે અત્યારે 7790.20 એમ.સી.એમ (7.79 લાખ કરોડ લીટર)એટલે કે 82.35 ટકા જળસંગ્રહ છે.
રાજ્યના અન્ય 204 જળાશયોમાં સ્ટોરેજ ક્ષમતા 15764 એમ.સી.એમ. સામે અત્યારે સ્ટોરેજ 11172 એમ.સી.એમ. (11.17 લાખ કરોડ લીટર)એટલે કે 70.87 ટકા જળસંગ્રહ છે.
રાજ્યના જળાશયોમાં કુલ પાણીનો જથ્થો 18962 એમ.સી.એમ.(18.96 લાખ કરોડ લીટર) છે.