દેશના ૧૭ ટકા શહેરોમાં જળસંકટ: કેન્દ્ર સરકારે નવા બાંધકામોમાં ફરજિયાત પણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની હિમાયત કરી
કૃષિ પ્રધાન ભારતની ૮૫ ટકા થી વધુ વિસ્તારની ખેતી અને યૈજળની આપુરતી વરસાદી પાણીથી આધારીત હોવાની આ સ્થિતિમાં વરસાદની અનિયમિતતા અને કેટલાંક અન્ય પ્રાકૃતિક કારણોને લીધે દેશમાં પાણીની ખેંચ ની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં દેશના ૧૭ ટકા જેટલા શહેરો અને મહાનગરોમાં પાણીની તંગીની સમસ્યા પ્રર્વતી રહી છે.
દેશમાં પાણીની તંગી અનુભવતા શહેરોની તૈયાર કરેલી યાદીમાં પાણીની ખેંચનો સામનો કરી રહેલા સૌથી વધુ શહેરો તામિલનાડુના છે ત્યારે ત્યાર પછી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ અને દિલ્હીના ચાર કોર્પોરેશન વિસ્તારમાં પાણીની ખેંચ પ્રર્વતી રહી છે. દેશના કુલ ૪૭૩૮ શહેરી વિસ્તારોમાંથી ૭૫૬ શહેરોમાં પાણીની સમસ્યા પ્રર્વતી રહી છે. ગાજિયાબાદ, નોપડા ફરીદાબાદ અને આસપાસના વિસ્તારો ધરાવતા દેશના જાણીતા મોટા શહેરોમાં પાણીની ખેંચની એક સરખી સમસ્યા પ્રર્વતી રહી છે.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં ઉત્તર ભારતના બે નાના રાજયો પંજાબ અને હરિયાણામાં નગરપાલિકા શાસિત શહેરી વિસ્તારમાં પાણીની ખેંચવાળા શહેરોની સંખ્યા વધતી જાય છે. પાણીની આ સમસ્યાના કારણમાં ભૂગર્ભ જળનો સિંચાઇ માટે સતત વધતો જતો વપરાશ કારણભુ છે. પંજાબમાં શહેરી વિસ્તારના અડધો અડધ ૮૨ નગરપાલિકા વિસ્તારમાં પાણીની ખેંચ પ્રર્વતી રહી છે. હરિયાણામાં કુલ ૮૬ માંથી ૫૨ શહેરોમાં પાણીની ખેચ વર્તાય રહી છે.
ગૃહ અને શહેરી વિકાસ તેમજ જળશકિત મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ ૨૫૫ જીલ્લાઓ અને ૧૫૯૭ વિસ્તારોને પાણીની ખેંચવાળા વિસ્તારો જાહેર કરાયા છે. મંત્રાલય દ્વારા આ વિસ્તારોમાં પાણીની સ્થિતિ સુધારવા માટે જળ સંરક્ષણ અને જળ સંયમની યોજનાઓ તૈયાર કરીને પાણીના શુઘ્ધિકરણ અને તેના પુન: વપરાશ સહિતના આયોજન હાથમાં લીધા છે.
ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા નિષ્ણાતો ની મદદથી સર્વે કરાવીને રાજય સરકાર અને સ્થાનિક સ્વરાજય સંસ્થાઓના પ્રયાસોથી એક જુલાઇથી ૧પ સપ્ટેમ્બર અને ૧ ઓકટોબર થી ૩૦ નવેમ્બર સુધી બે તબકકામાં જળ સંચયની પ્રવૃતિના આયોજનના આદેશ આપ્યા છે. વરસાદી પાણીનો સંગ્રહ સેવેજ વોટરના પુન: ઉપયોગ પાણીના દુરુપયોગ પર નિયંત્રણ જેવી પ્રવૃતિઓ જળશકિત અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે.
તમામ શહેરી વિસ્તારોની શાશક સંસ્થાઓ ને વરસાદી પાણીના સંરક્ષણ માટેની દેખરેખ માટે સમિતિઓની રચના કરી વરસાદનું પાણી વધુમાં વધુ સંગ્રહ કરી ભુગર્ભ જળના રિચાર્જીગ પર ભાર મુકવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તમામ સ્થાનીક સ્વરાજય સંસ્થાઓને નવા બાંધકામોમાં ફરજીયાત પણે વરસાદી પાણીના સંગ્રહ વાળા નકશાઓની હિમાયત કરી છે. અને જે બાંધકામોમાં જળસંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા હોય તેને જ એનઓસી આપવાની ભલામણ કરી છે.