અનેક વખત રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં; તાત્કાલિક સમસ્યા હલ કરવા લોકમાંગ ઊઠી

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પાછલા વીસેક વર્ષથી પાણીની સમસ્યાથી  પીડાઈ રહેલા લોકોએ અવારનવાર નેતાઓને તેમજ કચેરીઓમાં રજુઆત કરી ચુકયા છે જોકે આજ દિન સુધી આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હલ થઈ નથી ત્યારે  વધુ એક વખત જીઆઇડીસી વિસ્તારના  લોકોએ પાલિકા કચેરી ખાતે ધસી આવી વર્ષો જૂની પાણીની સમસ્યા હલ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભાગે મીઠાના કામ સાથે સંકળાયેલા અહિના મજુર વર્ગને વર્ષો થી પાણીની સમસ્યા સામે ઝઝૂમવું પડી રહ્યું છે અહીંના લોકો દિવસ આખો મહેનત કર્યા બાદ સાંજના સમયે મહિલાઓને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડી રહ્યું છે  કાતો  મોંઘા ભાવના પાણીના ટાંકા  નખાવા પડી રહ્યા છે જોકે અહીંના લોકોએ તેઓની પાણીની સમસ્યાને લઇ અવારનવાર લાગતા વળગતા નેતાઓને તેમજ કચેરીઓમાં રજૂઆતો કરતા આવી છે પરંતુ તેઓની રજુઆત આજદિન સુધી ધ્યાને લેવામાં આવી નથી અને પાણીની સમસ્યા આજદિન સુધી હલ કરાઈ પણ નથી જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હિરાભાઈ ભરવાડ, પ્રભુભાઈ ઠાકોર, મનજીભાઈ ઠાકોર, રવિમારાજ, ભગવાનભાઈ સહિતના લોકો દ્વારા  આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થાય અને લોકોને પાણી મળી રહે તે માટે હળવદ પાલિકા કચેરી ખાતે ધસી આવી ધારદાર રજૂઆત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.