લોકો તરસ છીપાવવા સામાન્ય રીતે પાણીનાં પાઉચનો આશરો લેતા હોય છે. પરંતુ આ પાણીનાં પાઉચ લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનાં લીધે તેમજ પર્યાવરણને નુકશાન પહોચાડતા હોવાનાં કારણે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરનાં ૪૮ માર્ગો તેમજ બાગ બગીચામાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ત્યારે સર્કિટ હાઉસ નજીક પોતાના બાળકોની તરસ છીપાવવા માટે એક માતાએ પાણીના પરબનો આશરો લીધો હતો. પાણીના પાઉચ બંધ થયા બાદ સામાન્ય લોકો માટે તરસ છીપાવવાનો એક માત્ર સરળ અને સસ્તો વિકલ્પ પરબ બની ગયો છે.