જેતપુરનાં પાંચ ઉઘોગો દ્વારા ડેમમાં કેમીકલ ઠાલવવામાં આવતું હોવાથી ઉપલેટા, ધોરાજી, કૃતિયાણા અને માણાવદરના લોકોનાં આરોગ્ય સામે જોખમ
હાઇકોર્ટના હુકમ વિરૂઘ્ધ ડેમમાં કેમીકલ છોડવામાં આવે છે: અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો ધારાસભ્ય લલીત વસોયાનો આક્ષેપ
ઉપલેટા અને ધોરાજીના લડાયક ધારાસભ્ય લલીત વસોયા ફરી એક વખત આક્રમક મુડમાં આવી છેલ્લા ર૦ વર્ષથી ધોરાજી-કુતિયાણા, માણાવદરની જનતાને સતાવતો ભાદર-ર ડેમમાં કેમીકલ્સ યુકત પાણી પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય લલીત વસોયાએ જળ સમાધી લેવાનું જાહેર કરતા તંત્ર ધંધે લાગી ગયું છે.
આ અંગે ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે મારા મત વિસ્તારમાં આવેલ ભાદર-ર ડેમ જયારથી બાંધવામાં આવેલ ત્યારે તેનો મુળભુત હેતુ ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, માણાવદરની જનતાને પીવાનું પાણી અને ખેડુતોને સિંચાઇનું પાણી મળી રહે તેવો હતો પણ ગુજરાતમાં ભાજપની સરકાર માત્ર ઉઘોગપતિઓની સરકાર કહેવાય છે.
લલીત વસોયાએ વધુમાં કહેલ કે ભાદર-ર ડેમમાં જેતપુરના ઉઘોગપતિ દ્વારા ખુલ્લેઆમ કેમીકલ્સ યુકત પાણી છોડી ભાદર-ર ડેમનું પાણી પીવા લાયક તેમજ ખેતીને આપવા લાયક પણ રહેલ નથી માત્ર પાંચ ઉઘોગપતિના કારણે ઉપલેટા, ધોરાજી, કુતીયાણા, માણાવદરના ત્રણ લાખ લોકો અને હજારો ખેડુતોની જીંદગીના જીવ સાથે ચેડા થઇ રહ્યા છે.
આ પાણી ભાદરકાંઠાના ખેડુતો પોતાના ખેતરમાં પણ ઉપયોગ લઇ શકતા નથી ખુદ હાઇકોર્ટે પણ હુકમ કરેલ હોવા છતાં આ કહેવાતા ઉઘોગપતિઓ ખુલ્લેઆમ હાઇકોર્ટનો ભંગ કરી રહ્યા છે. આની સામે અનેક વખત સરકારમાં અને તેના અધિકારીઓને રજુઆત કરવા છતાં સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.
આ વાત સરકારમાં બેઠેલા લોકો અને એસી ઓફીસમાં બેઠેલા અધિકારીઓ માનવા તૈયાર નથી ત્યારે ના છુટકે ઉપલેટા ધોરાજી વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારા નૈતિક જવાબદારી સ્વીકારી ભાદર-ર ડેમને કેમીકલ્સ મુકત કરાવવા જો સરકાર અને તેના અધિકારીઓ જેતપુરના ઉઘોગપતિઓ અને ડાઇગો વાળા ઉપર યોગ્ય પગલા નહિ ભરે તો આગામી ૧લી તારીખે જળ સમાધી લઇ સરકારની ઉંઘ ઉઘાડવા તૈયાર છું.
ભાદર-ર ડેમનાં પ્રશ્ને તમામ લોકોએ એકત્રીત થઇને લડત આપવી જોઇએ
ભાદર-૧ ડેમને કેમીકલ્સ યુકત પાણીથી મુકત કરવા ધારાસભ્ય લલીત વસોયા જયારે જળ સમાધિ લેવાની વાત કરી છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય છે કે ભાદર ધોરાજી ઉ૫લેટાની જનતાને ભાદર-ર નો પ્રશ્ન નો છાશવારે આવેદન આપતા ખેડુત નેતાઓ વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનોએ પણ પ્રજાના પ્રશ્ને આગળ આવવું જોઇએ તેવો પ્રજમાંથી સુર ઉઠી રહ્યો છે.
અધિકારીઓ જનતાને ઉંધા ચશ્મા પહેરાવે છે
વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમ ભરાઇ જવા પામેલ પણ ડેમમાં જોરદાર ફીણ સાથે ફીપવારા ફુગા ઉડતા લોકો આ જોવા ઉમટી પડયા હતા ત્યારે અધિકારીઓ માત્ર પોતાની હાજરી પુરાવા આવ્યા હોય તેમ પાણીના રોકવાના લઇ સ્થળ પર જ પાણી પીવા લાયક છે. તેણે મૌખિક ઉપસ્થિત આગેવાનો જણાવી ઉંધા ચશ્મા પહેરાવાની કોશિષ કરેલ છે.