જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા

આજથી 31 ઓગસ્ટ સુધી વરસાદ પડે તો તેનું પાણી સંગ્રહ કરી રાખજો: આ પાણી આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ બગડતું નથી, કોઈપણ દર્દમાં આ પાણી પીવું ઉત્તમ

વર્ષા તુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ’ મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે. આપણી ભારતીય પૌરાણિક માન્યતા મુજબ ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા નક્ષત્રનાં વરસાદનું પાણી જ પીવે છે. ભારતીય પંચાંગ અનુસાર સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. આજથી સૂર્યનું પરિભ્રમણ મઘા નક્ષત્રમાં થઈ ચૂક્યું છે. વરસાદના મઘા નક્ષત્રમાં પવન સાથે તોફાની વરસાદ પડતો હોય છે, મઘા નક્ષત્રનું પાણી જેટલું બને તેટલું સંગ્રહ કરવું જોઈએ કેમકે આ પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે.

 

આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2023એ બપોરે 01.33 થી 31/08/2023 એ સવારે 9:33 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. તો આ 14 દિવસના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આૃથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.નક્ષત્ર અંગે કહેવત છે કે, જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા. મઘા વરસાદથી ધરતી ધરાય જાય છે. એટલે મઘા નક્ષત્ર વરસે તો પાછળના ચાર નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે.

 

મઘા નક્ષત્રમાં વરસતા વરસાદનાં પાણીનો ઉપયોગ-ફાયદા?

મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી.મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવે છે.

1) આંખોના કોઈપણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘા પાણીનાં બે ટીપા આંખમાં પાડી શકો છો.

2) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈપણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે.

3) જો આપ કોઈપણ આયુર્વેદિક દવા લેતા હોવ તો આ પાણી સાથે તે દવા લેવાથી ફાયદાઓ વધી જાય છે.

4) તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે.

5) આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. મહાદેવ પર મઘાનાં પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે.

6) આપના ઘરમાં નવાં થતાં કોઈ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે.

7) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.

8) શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે.

9) આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

10) મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.