નર્મદા ડેમના ઉપરવાસમાં કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ વરસવાના કારણે ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાંથી 17927 ક્યુસેક પાણીની આવક થઇ રહી હોવાને કારણે છેલ્લાં 24 કલાકમાં ડેમની સપાટીમાં 25 સેમીના વધારા સાથે જળસપાટી 122.34 મીટરે પહોંચી હતી. અત્રે નોંધવું ઘટે કે, નર્મદા ડેમને દરવાજો લાગતાં પહેલાં ડેમ 121.92 મીટરે ઓવરફ્લો થઇ જતો હતો.
જો દરવાજા લાગ્યાં ન હતો તો હાલમાં ડેમ 42 સેમીથી ઓવર ફ્લો થતો નિહાળી શકાયો હોત. હાલ નર્મદા બંધમાં 1587.58 મિલિયન ક્યુબીક મીટર જેટલો પાણીનો સંગ્રહ હોઇ આગામી બે વર્ષ સુધી ગુજરાતને પાણીની અછત રહેશે નહીં તેમ મનાઇ રહ્યું છે.