જામનગર નજીક આવેલ વસઇ ગામમાં પીવાના પાણીનું નિયમિત વિતરણ ન થતા ગ્રામજનો પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.અવાર નવાર ગ્રામપંચાયત તંત્રને રજુઆત કરવા છતા પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામની મહિલાઓ રોષે ભરાઇ હતી.રોષે ભરાયેલ મહિલાઓ ગામના પાદમાં એકઠી થઇ માટલા ફોડ્યા હતાં.અને પિવાનું પાણી પુરૂ પાડવા સુત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.મહત્વનું છે કે,વરસાદ પણ ખેંચાયો છે ત્યારે સ્થાનિક સોર્સમાં હજુ પાણી આવ્યા નથી.પરિણામે ટેન્કર આધારિત અનેક ગામો છે.