લોખંડી પુરૂષ સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા અંગે લોકજાગૃતિ માટે રાજયભરમાં યોજાઇ રહેલ એકતા યાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં પણ એકતા યાત્રાઓ ચાલી રહી છે. જે અનુસંધાને ભાણવડ તાલુકાના અલગ અલગ ગામોમાં રાજયના સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પ્રભારી વાસણભાઇ આહીરે એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યા બાદ તાલુકામાં ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. ગામની બાળાઓએ સરદાર પટેલની પ્રતિમાનું કુમુ કુમ તિલકથી સ્વાગત કર્યુ હતું.