કોઈ પણ યુદ્ધની ચિંગારી ફૂંકનાર કોઈ એક -બે વ્યક્તિ કે એક નાનો સમૂહ હોય છે પણ યુદ્ધનો ભોગ તો આમ નાગરિકને બનવું પડે છે. આવુ જ પેલેસ્ટાઇનમાં થયું છે. યુદ્ધ છેડયું હમાસે, ભોગ બની રહ્યા છે પેલેસ્ટાઈનીઓ! ઉતરી ગાઝા જો ખાલી થયું તો પેલેસ્ટાઈનીઓ અહીં ફરી પરત શકે તેવી શકયતા નહિવત હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ઉતરી ગાઝા જો ખાલી થયું તો પેલેસ્ટાઈનીઓ અહીં ફરી પરત શકે તેવી શકયતા નહિવત
7 ઓક્ટોબરથી ગાઝા પટ્ટીમાં સતત ઈઝરાયેલ હુમલાઓ થઈ રહ્યા છે. આ હુમલાઓમાં સેંકડો લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ભારે તબાહી થઈ રહી છે. ગાઝાના લોકો હાલમાં કોઈક રીતે પોતાનો જીવ બચાવવાના પડકારનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, હજારો લોકો રફાહ બોર્ડર ક્રોસિંગ પર એકઠા થઈ રહ્યા છે, જે ગાઝાથી બહારનો એકમાત્ર જમીન માર્ગ છે. તેનાથી વિપરીત, ઉત્તરી ગાઝાના લોકો તેમના ઘર છોડવામાં અચકાય છે. ઈઝરાયેલે ઉત્તરી ગાઝાના લોકોને ત્યાંથી નીકળી જવા કહ્યું છે અને હવાઈ હુમલા દ્વારા પણ તબાહી મચાવી છે. જેના કારણે લોકોમાં ગભરાટ છે પરંતુ તેઓ ઘર છોડવા માંગતા નથી.ઉત્તરી ગાઝામાં રહેતા નોવર દાયેબ સાથે વાત કરતાં એક અહેવાલ જાહેર થયો છે.
20 વર્ષીય વિદ્યાર્થિની દાયેબ કહે છે કે ઇઝરાયલી બોમ્બ ધડાકા બાદ તેને અને તેના પરિવારને પાંચ દિવસમાં ત્રણ વખત અહીંથી ત્યાંથી ભાગવું પડ્યું હતું. પોતાની સુરક્ષા માટે તેણે ઘર છોડવાનું નક્કી કર્યું. જ્યારે તેણી નીકળી રહી હતી ત્યારે તેણીને લાગ્યું કે તેણી એક મોટી ભૂલનું પુનરાવર્તન કરી રહી છે. આ તેના માટે વળતરના તમામ રસ્તાઓ બંધ કરી દેશે. એક પેલેસ્ટિનિયન નાગરિકે જણાવ્યું હતું કે તેને ડર છે કે ઇઝરાયેલ હમાસના ઓક્ટોબર 7ના હુમલાનો ઉપયોગ ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટિનીઓને કાયમી ધોરણે હાંકી કાઢવાના દબાણ તરીકે કરી રહ્યું છે.
ઈઝરાયેલનું કહેવું છે કે પેલેસ્ટિનિયન લોકોની સુરક્ષા માટે તેને ઉત્તરી ગાઝા છોડવા માટે કહેવામાં આવ્યું છે. તેમનો ધ્યેય હમાસનો નાશ કરવાનો છે અને પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવાનો નથી. પેલેસ્ટિનિયનો ઇઝરાયેલના આ દાવાને માનતા નથી. લંડનમાં રહેતી 22 વર્ષીય પેલેસ્ટિનિયન યુવતી લાયલ લુયેએ કહ્યું કે તે હમાસના હુમલાને સમર્થન નથી કરતી પરંતુ તે જાણે છે કે આ હુમલાનો ઉપયોગ પેલેસ્ટાઈનીઓને તેમના ઘરોમાંથી ભગાડવા માટે કરવામાં આવી રહ્યો છે.