પડધરી તાલુકાના દહીસરડા ગામે પડધરી થી નેકનામ રોડ પર દહીસરડા ગામ શોર્ટ કટ જે રામાપીરના મંદિર પાસે થી ગામના પાદર સુધી કાચો રસ્તો સમાર કામ થી બનાવવા માં આવ્યો તે કોઝવે નું કામ આશરે બે મહિના પહેલા જ કામ શરૂ કરવામાં આવેલ હતુ.
કોઝવે ઉપરથી એક ફુટ પાણી જતાં જ કોઝવે ની દિવાલ પાણી સાથે વહી ગઈ હતી. કોઝવે નું કામ જે સરકાર ના નિયમ મુજબ થવું જોઈએ તે પ્રમાણે નહિ પરંતુ સરપંચ ના નિયમ મુજબ બે દિવાલ મા લોટ પાણીને લાકડા દિવાલ વચ્ચે ટાસ મોરમ અને વિલાયતી નળીયા નાખી ભરતી ભરી અને સિમેન્ટનો માલ નાખી કામ પૂર્ણ કર્યું.
કોઝવે ની દીવાલ પડતાં જ સરપંચે જે કાચુ કામ કરી નળિયા નાખેલા હતા તેનો ભાંડો ફૂટયો હતો. થોડા વરસાદ પડવાથી જો આવી સ્થિતિ સર્જાતી હોય તો વધુ વરસાદ પડવાથી ગામ માં શું પરિસ્થિત સર્જાય એ હવે સરકારે વિચારવા નું રહ્યું…