૭ હજાર ફૂટ ઉંચા માઉન્ટ કુસાત્સુની જવાળા મુખીથી ૧ જવાને જીવ ગુમાવ્યો અનેક ઘાયલ
જાપાનના ૭ હજાર ફૂટ ઉંચા માઉન્ટ કુસાત્સુ શિરેનમાં આવેલુ જવાળામુખી ફાટતા ૧૨૦ માઈલ્સ સુધી તેનો લાવા ફેલાયો હતો. સ્કાઈ સ્લોપ અને સ્પ્રિંગ માટે પ્રખ્યાત છે. જવાળામુખીમાં મંગળવારના રોજ સવારના દસ વાગ્યે કાળા ધુમાડા આકાશમાં ગોટમગોટ ફેલાયા હતા. જાણે જવાળામુખીએ ગુસ્સે ભરાઈને આગ ઓકી તો આકાશ પણ પ્રદુષિત થઈ ચૂકયું હતુ આ ઘટનાથી એક જાપાની જવાનનું મોત થયું હતુ તો ઘણા લોકો ઘાયલ થયા હતા એક સ્થાનિકે જણાવ્યું હતુ કે એક મોટો બોમ્બ જેવું થયું અને ત્યારબાદ મોટા પ્રમાણમાં કાળો ધુમાડો આકાશમાં ફેલાયો હતો. ભારે હું ૪૦ મિનિટ સુધી ફસાયો હતો. ત્યારબાદ મેન બચાવવામાં આવ્યા હતા.
સ્લોપ પર રોપવે સ્ટેશનો પર ૮૦ જેટલા લોકો ફસાઈ ગયા હતા તો વિજળી કનેકશન પણ ખોરવાઈ જતા તંત્ર અને લોકો ધંધે લાગ્યા હતા ત્યારે અમુક લોકોને હેલીકોપ્ટર મારફતે બચાવાયા હતા. અને આપાતકાલીન બચાવકાર્યકરો દ્વારા લોકોને બચાવાયા હતા જવાળામુખી ફાટયાના ૩૦ મીનીટ બાદ લાવાધારા વહી હતી. ડિફેન્સ મિનિસ્ટરે જણાવ્યું હતુ કે ૪૯ વર્ષનાં એક જવાનનું મૃત્યુ થયુંં હતુ ત્યારે ઘાયલોની હાલત કફોડી થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જાપાન પેસિફિક રિંગમાં આવેલું છે જે ૧૧૧ એકટીવ જવાળામુખી ધરાવે છે. તાજેતરમાં જ ફિલિપાઈન્સ, જર્કતા, ઈન્ડોનેશિયા અને અલાસ્કામાં જવાળામુખી વકરવાની ઘટનાઓ બની રહી છે.