છેલ્લા બે દિવસથી ડાઉન જતા સેન્સેકસની સ્થિતિ સુધરવાની શકયતા
પાંચ રાજયોમાં વિધાન સભાની ચૂંટણીની ટકાવારી મુજબ શેરબજારમાં પણ સતત ફેરફારો થઈ રહ્યાં છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, મિજોરમ અને છત્તીસગઢની મત ગણતરી ઉપર આજે નિર્ણય લેવાશે કે કયાં રાજયમાં કોનીસરકાર સત્તા સંભાળશે ત્યારે જેવી રીતે ગણતરીના પરિણામોમાં સતત હરીફાઈ ચાલી રહી છેતેવી જ રીતે સેન્સેકસમાં પણ ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે.
સવારે ૯:૩૦ વાગ્યે સેન્સેકસમાં ૫૩૦ પોઈન્ટનો કડાકો હતો જેની સાથે નિફટીમાં પણ ૨૩૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો ત્યારેપરિણામોના અપડેટ સાથે જ સેન્સેકસ સુધરતા ૧૫ મિનિટમાં ૫૩૦ પોઈન્ટનો આંકડો ૩૩૦ એપહોંચ્યો હતો. ફરીથી તેમાં ફેરફારો આવતા ૧૦:૧૦ વાગ્યે સેન્સેકસ ૩૬૦ પોઈન્ટેપહોંચતા નિફટી ૧૦૦.૬૫ પોઈન્ટે પહોંચી હતી અને સેન્સેકસ ૩૪૫૯૮.૫૦એ પહોંચ્યો હતો.હજુ પરિણામો મુજબ બજારની સ્થિતિ સુધરવાની શકયતાઓ છે.