ભારતની અત્યંત સુપ્રસિદ્ધ કન્ઝયુમર ડાયરેબલમાં અગ્રણી એલજી ઇલેક્ટ્રિનિક્સના એમડી હોંગ જુ જેઑન એ તાજેતરમાં જ તારીખ 9 મી મેં ના રોજ ગુજરાતની શુભેચ્છા મુલાકાત લીધી. એમની મુલાકાત આણંદ ખાતે ” સંકેત ઇન્ડિયા ” થી શરુ થઇ હતી , આ સંકેત ઇન્ડિયા ગુજરાત ખાતે 35000 ચો.ફૂટમાં સિંગલ ફ્લોરમાં સૌથી વધુ ડિસ્પ્લે સાથેનો ભારતનો સૌથી પ્રથમ શોરૂમ છે. જે ફોર્બસ ઇન્ડિયા તરફથી ક્ધઝયુમર ડ્યુરેબલ અને ઇલેક્ટ્રોનકસમાં ભારતના સૌથી સુંદર શોરૂમ માના એક તરીકે નોમિનેટ કરેલ છે.
આ બાબતના એમડી સાહેબે અભિનંદન પણ આપ્યા અને ભારતભરમાં કોઈ એક રીટેલ સ્ટોરને 50,000 ગુગલ રીવ્યુ મળ્યા તેની ઉજવણી પણ કરી. આ ઉપરાંત આણંદમાં યોજાયેલ ગુજરાતના સૌથી મોટા ક્ધઝયુમર ડ્યુરેબલ એક્ઝિબિશન ” સંકેત ઇન્ડિયા સમર એક્સ્પો 2023 ની મુલાકાત પણ લીધી અને સંકેત ઇન્ડિયાના માલિકો મેહુલ પટેલ અને સંકેત પટેલની મુલાકત લઇ એમને અનેક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.તા .
9 મી મેં ના રોજ તેઓએ આઇટીસી નર્મદા ખાતે ગુજરાતના મહત્વપૂર્ણ રિટેલર્સ સાથે ભોજન લીધું અને એ સમયે એમડી સાહેબે કન્ઝયુમર ડ્યુરેબલ ક્ષેત્રે આવી રહેલા પડકારો અને નવી શૈલી વિષે સમજણ આપી માર્ગદર્શન આપ્યું અને એ સમયે ભારત ખાતે કંપનીના લક્ષ્ય વિષે સમજાવી સુંદર પરિણામ માટે શુભેચ્છાઓ આપી.10 મી મેં ના રોજ એમડી હોંગ જુ જેઑન એ અમદાવાદના પસંદગીના સ્ટોર્સની મુલાકાત લીધી.શ્યામલ ખાતે એલજી બ્રાન્ડ શોપ ARDENT કોર્પોરેશનની મુલાકાત લીધી અને જુહાપુરા એલજી એક્સલુઝીવ સબ ડીલર એ.એસ કોમ્યૂનિકેશનની મુલાકાત લીધી.એમડી સાહેબની આ મુલાકાતથી સૌ માં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌને વધુ વ્યવસાય માટે પ્રોત્સાહન મળ્યું હતું .
એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પ્રા.લિ.વિશે.
એલજી ઈલેક્ટ્રોનિક્સ, સાઉથ કોરિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એલજી ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લિ. (એલજી ઈલેક્ટ્રોનિક્સ) ની સ્થાપના ભારતમાં જાન્યુઆરી 1997 માં કરવામાં આવી હતી. ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ હોમ એપ્લાયન્સીસ, એચવી એસી, આઈટી હાર્ડવેરમાં તે સૌથી પ્રચલિત બ્રાન્ડમાંથી એક છે. ભારતમાં એલજી ઈલેક્ટ્રોનિક્સે અવ્વલ બ્રાન્ડ સ્થાન જમાવ્યું છે અને ઉદ્યોગ માટે તે નવો પ્રવાહ બેસાડનાર તરીકે પ્રસિદ્ધ છે. એલજી ઈ આઈએલનું ગ્રેટર નોઈડામાં ઉત્પાદન એકમ દુનિયામાં બધાં એલજી ઉત્પાદન એકમોમાં સૌથી પર્યાવરણ અનુકૂળ એકમાંથી એક છે . પુણેના રાંજણ ગાવમાં સ્થિત બીજું ગ્રીનફિલ્ડ એકમ એલઈડી ટીવી, એરકંડિશનર્સ, કમર્શિયલ એરકંડિશનિંગ સિસ્ટમ્સ, વોશિંગ મશીન્સ, રેફ્રિજરેટર્સ અને મોનિટર્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
હોમ એપ્લાયન્સીસમાં રેફ્રિજરેટર, વોશિંગમશીન, એસી, વોટર પ્યુરિફાયર, માઈક્રોવેવ, ફેન, ડિશવોશર અને એર પ્યુરિફાયરનો સમાવેશ થાય છે.