સોશિયલ મીડિયામાં અવાર-નવાર ભ્રામક માહિતી સાથેના વિડીયો વાયરલ થતાં હોય છે.આવો જ એક ભ્રામક માહિતી ફેલાવનાર વડાપ્રધાન મોદીના નામ પર યોગાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો છે જેમાં આપણે એક માણસને યોગાસન કરતા જોઈ શકીએ છીએ. આ 8.24 મિનિટનો વીડિયો છે. વીડિયો સાથે વાયરલ થઈ રહેલા દાવા મુજબ આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગાસનનો છે.
આ એક ભ્રામક માહિતી ફેલાવતો વિડીયો છે. આ વીડિયો 2014 માં એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને તેનું શીર્ષક લખ્યું હતું, “કૃષ્ણમાચાર્ય બીકેએસ આયંગર 1938 માં યોગ સૂત્ર ભાગ 1 થી 6.”
ફેક્ટ ચેક
આ વીડિયોમાં તે માણસને અંતમાં યોગ ગુરુ બેલુર કૃષ્ણમચર સુંદરરાજ (બીકેએસ) આયંગર તરીકે ઓળખાવ્યો, જેમણે યોગની આયંગર શૈલીની સ્થાપના કરી અને તેને લોકપ્રિય બનાવી.
2014 માં આયંગરનું અવસાન થયું. તે ‘આયંગર યોગા’ તરીકે ઓળખાતી યોગ શૈલીના સ્થાપક છે અને વિશ્વના અગ્રણી યોગ શિક્ષકોમાંના એક ગણાય છે.