દેવભુમિ દ્વારાકા જીલ્લા બાદ જામનગર જીલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાઈ રહયો હોવાનું બહાર આવ્યુ છે. મળતી વિગત મુજબ દેવભુમિ દ્વારાકા જીલ્લામાં પશુઓમાં ખાસ કરીને ૨૮૫ જેટલી ગાયોમાં લમ્પી વારયસના કેસ નોધાંયા છે. આ વાયરસના લીધે ૧૦ ગાયોનો ટપોટપ મોત નિપજયા હોવાનું સામે આવ્યુ છે.
જામનગરમાં ફેલાઈ રહેલા આ રોગની પુષ્ટિ ધ્રોલ પશુચિકીત્સા અધિકારી કીશોર પરમારે આપી છે.લમ્પી રોગના લક્ષણ ધરાવતા છ પશુઓમાં બહાર આવ્યુ છે અને આ રોગના સપર્કમાં આવેલ અન્ય પશુઓ માટે તાકીદે રસી મગાવવામાં આવી રહી છે. આ રોગ ઝડપથી ફેલાઈ રહયો હોવાનું પણ પશુચિકીત્સા અધિકારી કહેવાય રહયુ છે ત્યારે ધ્રોલ સિવાય અન્ય જગ્યાએ લમ્પી વાયરસના લક્ષણ ધરાવતા પશુઓની જાણકારી ધ્રોલ પશુ ચિકીત્સા અધિકારી કીશોર પરમારે ઈન્કાર કર્યો છે.
ધ્રોલમાં પશુઓમાં જોવા મળતો લમ્પી વાયરસના રોગચાળામાં મુખ્યત્વે પશુઓમાં શરીર પર મોટા ફોડલા થવા, પગલમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ના લેવો, પશુઓ લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણ પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી અને સત્વરે પશુ ચિકીત્સા અધિકારીને જાણ કરવાથી આ જીવલેણ વારયસથી પશુઓને બચાવી શકાય છે.
આમ ધ્રોલ શહેર તથા તાલુકામાં લમ્પી વારયસ રોગચાળો વકરતો હોવાના સમાચાર વાગુવેગે ફેલાતા માલધારી તથા પશુપાલકો તેમજ પશુઓ ધરાવતા ખેડુતોમાં ચિંતા જન્મી છે તેની સામે પશુપાલન વિભાગ પણ હરકતમાં આવીને આ રોગની રસી મંગાવીને સત્વરે પશુઓમાં રસીકરણ હાથ ધરવા માટે કવાયત તેજ કરી છે.