સપ્ટેમ્બર મહિનામાં પણ વોટ્સએપ દ્વારા અનઅધિકૃત કન્ટેન્ટ ફેરવતા યુઝર્સ સામે કાર્યવાહી યથાવત

અબતક, નવી દિલ્હી : જે પોષતું તે મારતું તે કહેવત વોટ્સએપે સાચી ઠેરવી છે. વોટ્સએપ એક મહત્વનું સોશિયલ પ્લેટફોર્મ છે. જેમાં અબજોની સંખ્યામાં યુઝર્સ જોડાયેલા છે. ત્યારે વોટ્સએપે સપ્ટેમ્બર મહિનામાં પણ અનઅધિકૃત કન્ટેન્ટને ફેરવતા યુઝર્સ સામે કાર્યવાહી યથાવત રાખી 20 લાખ યુઝર્સને બેન કર્યા છે.

મેસેજ એક્સચેન્જ પ્લેટફોર્મ વોટ્સએપે 20 લાખથી વધુ ભારતીય ખાતાઓને બ્લોક કર્યા છે. કંપનીને ઓગસ્ટમાં 420 ફરિયાદો સંબંધિત રિપોર્ટ મળ્યો હતો, જેના આધારે તેણે આ પગલું ભર્યું છે. વોટ્સએપે તેના કમ્પ્લાયન્સ રિપોર્ટમાં આ માહિતી આપી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા કંપની ફેસબુકે ઓગસ્ટ મહિના દરમિયાન નિયમોના 10 ઉલ્લંઘન કેટેગરીમાં 3.17 કરોડ સામગ્રી પર કાર્યવાહી કરી હતી. વોટ્સએપે મંગળવારે જાહેર કરેલા તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, તેણે ઓગસ્ટ મહિના દરમિયાન 20,70,000 ભારતીય ખાતાઓને બ્લોક કર્યા છે

વોટ્સએપે અગાઉ કહ્યું હતું કે પ્રતિબંધિત કરાયેલા 95 ટકાથી વધુ ખાતાઓ તેમના દ્વારા જથ્થાબંધ સંદેશાઓના અનધિકૃત ઉપયોગને કારણે છે. વૈશ્વિક સ્તરે, વોટ્સએપ તેના પ્લેટફોર્મના દુરુપયોગ માટે દર મહિને સરેરાશ 8 મિલિયન એકાઉન્ટ્સને બ્લોક કરે છે. આ સિવાય ફેસબુકે શુક્રવારે જારી કરેલા તેના પાલન અહેવાલમાં જણાવ્યું હતું કે, તેણે ઓગસ્ટ 2021 માં 3.17 કરોડ સામગ્રીની પ્રક્રિયા કરી છે. આ જ ઇન્સ્ટાગ્રામએ આ સમયગાળા દરમિયાન નવ અલગ અલગ કેટેગરીમાં તેના પ્લેટફોર્મ પર મૂકેલી 22 લાખ સામગ્રીને દૂર કરી અથવા કાર્યવાહી કરી છે.

ફેસબુકે કહ્યું કે, તેને ભારતીય ફરિયાદ પદ્ધતિ દ્વારા ઓગસ્ટ 1-31 વચ્ચે 904 યુઝર્સ ડિટેલ રિપોર્ટ મળ્યા છે. તેમાંથી 754 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કંપનીએ અહેવાલમાં જણાવ્યું હતું કે આમાંથી 30 મિલિયનથી વધુ સામગ્રીમાં સ્પામ (2.9 મિલિયન), હિંસક અને રક્તપાત (2.6 મિલિયન), પુખ્ત નગ્નતા અને જાતીય પ્રવૃત્તિ (20 મિલિયન), દ્વેષપૂર્ણ ભાષણ (242,000), અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

હવે ભવિષ્યમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને પણ પક્ષકાર બનવું પડે તો નવાઈ નહી

ભારતમાં ઓચિંતી ડિજિટલ ક્રાંતિ આવી તેવું કહી શકાય. એક સમયે ઈન્ટરનેટનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો તે પણ કામ માટે જ થતો હતો. પણ અત્યારના સમયમાં ભારતના મોટાભાગના લોકો પોતાના મોબાઈલ વડે ઈન્ટરનેટ સાથે જોડાઈ ગયા છે. હાલમાં લોકો જરૂરી કામ ઉપરાંત મોટા પ્રમાણમાં તો મનોરંજન માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. વધુમાં સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ ઉપર અનઅધિકૃત કન્ટેન્ટ પણ શેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આવા દેટા શેરિંગ માટે પક્ષકાર પણ બનવું પડે તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.