બે કિશોરોના રોડ દુર્ઘટનામાં મોત થતા વિદ્યાર્થીઓએ વાહન વ્યવહારના નિયમો સામે મોરચો માંડયો
બાંગ્લાદેશમાં વાહન વ્યવહારના નિયમોના ઉલ્લંઘનને લઈ વિદ્યાર્થીઓએ મોરચો માંડયો છે. વધતી જતી સડક દુર્ઘટનાઓની સામે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનને ઉગ્ર સ્વપ ધારણ કર્યું છે. સોશ્યલ મીડીયા પર પણ ફોટો અને વિડિયો શેયર થઈ રહ્યા છે. આંદોલન હિંસક બનતા પોલીસે પણ કાયદો બતાવ્યો છે. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની સાથે સાથે ૨૦ થી ૨૫ પત્રકારો પણ ઘાયલ થયા છે.
લગાતાર સાત દિવસથી ચાલી રહેલા આ પ્રદર્શનમાં ઢાકા પોલીસે કહ્યું કે હાલ આ વિસ્તારમાં સ્થિતિ ખૂબજ ખરાબ છે. અને સુરક્ષા જવાનોની ઘણી ટુકડીઓને સ્થિતિ પર કાબૂ મેળવવા તૈનાત કરવામાં આવી છે.
બેદરકારીથી ગાડી ચલાવનાર ડ્રાઈવરોની સામે ચાલી રહેલા આ આંદોલનમાં હજુ ઘાયલ થયેલાઓની સંખ્યામાં કોઈ જાણકાર નથી ઉલ્લેખનીય છે કે ૨૯ જુલાઈએ એક બસ દુર્ઘટનામાં બે યુવકોના મોત થયાૂ હતા. અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા ત્યાર બાદથી જ આ આંદોલન શરૂ થયું છે. આ દુર્ઘટનામાં ૧૭ વર્ષિય વિદ્યાર્થી રિહવાનુલ ઈસ્લામે કહ્યું કે અમે દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ ન્યાય માંગીએ છીએ. જયાં સુધી એક ઠોસ નિર્ણય નહી લેવાય અને રાજમાર્ગો પર વધુ સુરક્ષા બંદોબસ્ત નહી થાય ત્યાં સુધી અમે રસ્તા પર જ રહીશું.
જો કે વિદ્યાર્થીઓના ચકકાજામ બાદ આ આંદોલને વરવું સ્વરૂપ ધારણ કરી લીધું ઢાકાના જિગાતાલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓ પર રબર બુલેટ અને ટીયર ગેસનો ઉપયોગ કરી સરકારી કાર્યકર્તાઓએ યુવાનો ઉપર હુમલો કર્યો જેમાં ૧૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા જોકે પોલીસ આ અંગે સાફ ઈનકાર કરી રહી છે. જયારે હોસ્પિટલના કર્મચારીઓએ કહ્યું કે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તાત્કાલીક ડોકટર અબ્દુસ શબ્બીરે કહ્યું કે અમે બપોર પછી ૧૧૫થી વધારે ઘાયલ વિદ્યાર્થીઓનો ઈલાઝ કર્યો છે. રબર બુલેટ સાથે કેટલીક ગંભીર ઈજાઓ પણ વિદ્યાર્થીઓને થઈ છે.
આ આંદોલનમાં વિદ્યાર્થીઓની સાથે સાથે ૨૦ થી ૨૫ જેટલા પક્ષકારો પણ ઘાયલ થયા છે. જેમાં પ્રેસ રિપોર્ટર ફોટો ગ્રાફર કેમેરાબેન સહિત મીડીયાના કેટલાક પત્રકારોને પણ ટીયરગેસ અને રબર બુલેટને કારણે ઈજા થઈ છે.
એક આંદોલનકારીએ કહ્યું કે જયારે હુમલો થયો ત્યારે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તો બીજી તરફ એક વિદ્યાર્થીએ કહ્યું કે અમને બધાને ધમકી આપવામા આવી રહી હતી. અમે અહી કોઈ પરેશાની થાય તેવું કાર્ય ન હોતા કરતા છતા પણ અમારા ભાઈઓ ઉપર રબર ની ગોળીઓ મારવામાં આવી.
જોકે આ અંગે વાહન વ્યવહાર મંત્રી ઓબાયુદુલ કવેડરે સમગ્ર આરોપોને પાયા વિહોણા કહ્યા અને કહ્યું કે વિરોધ પાર્ટીના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે જ પાર્ટીઓફીસ જીગાટાલાની નજીક હતી તેમાં કેટલાક કાર્યકર્તા યુવાનો વિદ્યાર્થીઓ યુનિફોમ મહેરીને ઘુસી ગયા હતા. જેમણે આ કૃત્ય કર્યું છે.
જોકે આ સમગ્ર ઘટનામાં દરમિયાન એકાએક જ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામા આવી હતી. પરંતુ એક ફોટોગ્રાફરે આ સમગ્ર ઘટનાને ટવીટર ઉપર શેયર કરતા હકિકત સામે આવી હતી.