પડધરી તાલુકાના ખામટા ગામની એમ.જે. માલાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મહિલા કોલેજ ઉપક્રમે ગ્રામજનો જનસમાજ છાત્રાઓમાં અંધશ્રધ્ધા નિવારણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ખોડાપીપર ગામમાં યોજાયો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક ઉદઘાટન ગામના સરપંચ મહેશભાઈ પીપરીયાએ કર્યું હતુ. આતકે ગામના ડો. ડાયાભાઈ પટેલ, વિરજીભાઈ ગઢીયા, અશ્ર્વીનભાઈ ગઢીયા, શિવલાલભાઈ ગઢીયા, હર્ષદભાઈ માલાણી, હેમંતભાઈ તળપદા, વસંતભાઈ ગઢીયા, જગદીશભાઈએ હાજરી આપી હતી.જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે વર્તમાનયુગ સપ્ત વિજ્ઞાનનો છે. માનવી પ્રત્યેક ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. વિજ્ઞાનથી માનવી સુખી થયો છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો વારંવાર કરે છે. તેના લાભો આપણે સૌ જોઈ શકીએ છીએ સદીઓ જૂની પરંપરા કુરિવાજો, માન્યતાઓ જૂના વિચારોને તિલાંજલી આપવી જોઈએ.