આરોગ્ય,પાણી, શિક્ષણ મુદ્દે લોકો નારાજ: લલિત કગથરા
ગ્રામ્ય વિસ્તારમાં લોકસભાના ઉમેદવારનો લોકસંપર્ક
લોકસભા રાજકોટની બેઠકના ઉમેદવાર શ્રી લલિતભાઇ કગથરાએ વાંકાનેર વિસ્તારના ગામડાંનો પ્રવાસ કર્યો હતો. જે રીતે નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકાર પ્રચાર કરી રહી છે એ જોતાં કલ્પના તો એવી હતી કે ગામડાંમાં કોંગ્રેસની વાત ગળે ઉતારવામાં થોડો સમય લાગશે. પરંતુ સંપર્ક દરમિયાન જાણ્યું કે ગામડામાં તો ભાજપની સરકાર માટે ભારોભાર નારાજગી છે.
શ્રી લલિતભાઇ કગથરાએ જણાવ્યું કે જે જે ગામડાંમાં અમે કાર્યકરો અને સ્થાનિક અગ્રણી સાથે ગયા ત્યાં ત્યાં લોકોમાં સખ્ત નારાજગી ભાજપ માટે જોવા મળી હતી. પાકવીમો અને ટેકાના ભાવના પ્રશ્ર્નને તો ભાજપના લોકોએ ગણાકારી જ નથી. ઉદ્યોગપતિઓ ખુશ એટલે ભાજપ ખુશ એવું વાતાવરણ છે. પણ ગામડાંમાં પ્રાથમિક સુવિધા પણ લોકોને મળતી નથી એવું બહાર આવ્યું છે.
રાજકોટ લોકસભા વિસ્તારના ગામડાંમાં પ્રવાસ દરમિયાન લોકોએ કહ્યું કે જે આરોગ્ય યોજના સરકારે જાહેર કરી છે એનો લાભ મેળવવામાં પગે પાણી ઉતરે છે. જુદા જુદા કાગળિયાની માંગણી સતત થાય છે અને ધક્કા થયા કરે છે. ગામડાંમાં આરોગ્યની પ્રાથમિક સુવિધા મળવી જોએ એ નથી મળી. પીવાના પાણી માટે હજીય વલખાં મારવાં પડે છે. સૌની યોજનાની વાતો અમે છાપામાં વાંચી છે પણ અમને નર્મદાનીરના દર્શન થયાં નથી.
રાજકોટની આસપાસના ગામડાંની હાલત જો આવી હોય તો પછાત ગણાતા વિસ્તારમાં તો શું હશે. આ જ સાબીતી છે કે ભાજપની સરાકારે પાંચ વર્ષમાં વાતો કરી છે. વિકાસની વાર્તા કરી છે,પણ જેમના સુધી પહોંચવો જોઇએ એમના સુધી વિકાસ પહોચ્યો નથી. ગામડાંની હાલત ગંભીર છે. ઊનાળામાં પાણીની સમસ્યા છે. ગોચરની પણ વાત એમની એમ છે. આ સ્થિતિમાં લોકો આ વખતે સત્તા પરિવર્તન માટે હવે નક્કી કરી ચૂક્યા છે.
વોર્ડ નં.૧૮માં કોંગ્રેસની પદયાત્રાને જબ્બર સમર્થન
વોર્ડ નં.૧૮ની પદયાત્રામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, કોર્પોરેટર જેન્તીભાઇ બુટાણી, ધર્મીષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ, વોર્ડ-૧૮ના પ્રમુુખ દિપકભાઇ ધવા, સતુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, વિનોદભાઇ ચૌહાણ, તુષારભાઇ કાછડીયા, ચંદ્રસિંહ પરમાર, હસુભાઇ સોજીત્રા, રાજુભાઇ બાળીયા, પરેશભાઇ સરધારા, અક્ષય પટેલ, ચંદુભાઇ ટીલાયા, મનોજભાઇ ઉપસ્થિત રહ્યા હતા.