એસ્ટીમેન્ટ મુજબ પચાસ ટકા પણ કાન ન થતું હોવાનું જણાવતાં ગ્રામજનો મલાઈ તારવનારા પર તવાઈ કરાશે કે પછી આમજ ચાલતું રહેશે?
રાજ્ય સરકાર દ્વારા લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે વિકાસ ના કામો હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ ખાઉં ધરા કોન્ટ્રાકટરો ભ્રષ્ટાચાર આચરી મલાઈ તારવી લેતાં હોય છે જેથી લાખો રૂપિયા ના ખર્ચે બનાલા વિકાસ ના કામો બહુ જાજો ટાઈમ ટકી શક્તા નથી ત્યારે હળવદ તાલુકાના સુરવદર ગામની નદીમાં બેઠાં પુલમાં નબળી પ્રકારની કામગીરી થતી હોવાની તેમજ એસ્ટીમેંટ મુજબનું કામ થતું નહીં હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ કામ અટકાવી હલ્લાબોલ કર્યો હતો
છેવાડાના ગામડાઓમાં આઝાદી પછી પણ હજુ સુધી પાકા રસ્તાઓ કે નાના મોટા પુલીયાથી મોટાભાગના ગ્રામ જનો વંચિત હોવાની અનેક ફરીયાદો સાંભળવા મળે છે ત્યારે હળવદના સુરવદર ગામે બેઠાં નાળામા હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાની તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટીમેટ મુજબની કામગીરી નહીં કરાતી હોવાની ગ્રામજનોએ લાગતા વળગતા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેતાં આજે સુરવદરના ગ્રામજનોએ કામગીરીમાં હસ્તક્ષેપ કરી હલ્લાબોલ કર્યો હતો અને જ્યાં સુધી એસ્ટીમેટ મુજબની કામગીરી ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરવદરની નદીના સામા કાઠે મોટાભાગના ખેડુતોની જમીન આવેલી હોવાથી અવાર નવાર પસાર થવું પડતું હોય છે ત્યારે હલકી ગુણવત્તાને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટ પોતાની મનમાની ચલાવતા અને ગ્રામ જનોને નહીં ગાઠતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભ્રષ્ટાચાર બંધ કરોના નારાઓ લગાવી હલ્લાબોલ કર્યો હતો. અને કામ અટકાવ્યુ હતું.