લુખ્ખાઓએ ગામમાં ધમાલ મચાવ્યા બાદ ગ્રામજનોમાં રોષ પોલીસે કડક કાર્યવાહીની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો
જૂનાગઢના મજેવડી ગામે ગઇકાલે આંતક મચાવતા ગુંડા લોકોના ત્રાસથી મજેવડી ગામે સજ્જડ બંધ પાડયો હતો અને આ ઘટનાની જાણ થતાં પોલીસે મજેવડી ગામે પહોંચી હતી અને લુખ્ખા તત્વોને જેર કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
મજેવડી ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગત તા. ૩૧ ના રોજ રાત્રે દારૂ પીને કોઈ ગુંડા તત્વો મજેવડી ગામે આવેલા અને ધમાલ મચાવી હતી.
આ સિવાય મજેવડી ગામે રાત્રીના સમયે લુખ્ખા તત્વો આવી, દાદાગીરી કરી, વેપારીઓનું મફતનું ખાઈ-પી, મન ફાવે તેની સાથે ગાળો કાઢી અને ઝઘડો તથા ધોલધપાટ કરી, છરી બતાવી, ધમકી આપી દુકાનો બંધ કરાવી રહ્યા હતા.
અંતે મજેવડી ગામના વેપારી ભાઈઓએ સંગઠન બનાવી, મજેવડી ગામની દુકાનો સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ગામની દુકાનો બંધ રાખવામાં આવી હતી ત્યારે જૂનાગઢ તાલુકા પોલીસ મજેવડી ગામે પહોંચી હતી અને વેપારીઓની ફરિયાદ ધ્યાને લઇ મજેવડી ગામમાં આવારા ગરદી કરવા આવતા લુખ્ખા તત્વોને જેર કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.