વડીયા તાલુકાનું સૂર્ય પ્રતાપગઢમાં ગ્રામજનોએ રાંધણ ગેસ ઓનલાઇન રિફિલ બુક કરાવી અને ગેસ એજન્સી વાળા દ્વારા આ બુક કરાવેલી રિફિલ ડિલિવરી કરવામાં આવી હતી ત્યારે અહીં પ્રથમ એક વ્યક્તિને ગેસ સિલિન્ડર આપવામાં આવી અને એ રિફિલમાં ગેસ ઓછો હોવાની આશંકા સેવાઇ ત્યારે તેમણે પોતાની ગેસ સિલિન્ડરનું વજન કરતાં તેમાંથી ગેસ ઓછો નીકળ્યો અને તેમને ગામના અન્ય વ્યક્તિઓને પણ જાણ કરી ત્યારે સમગ્ર ગામના લોકો એ ગામની અંદર માઈક એલાઉન્સ કરી દીધું હતું કે ગામમાં આજે જે લોકોને ગેસ સિલિન્ડર ડિલિવરી કરવામાં આવ્યું હોય એ લોકો પોતપોતાનું ગેસ સિલિન્ડર એક નક્કી કરેલી જગ્યા પર બોલાવ્યા હતા અને બધા લોકો પોત પોતાના સિલિન્ડરો લઇ અને નક્કી કરેલી જગ્યા પર પહોંચ્યા અને ત્યાં હરેક ગેસ સિલિન્ડરમા વજન થતા દરેક સિલિન્ડરમાં ગેસ ઓછો નીકળ્યો
ગેસ સિલિન્ડર ડીલેવરી કરવા આવેલા એજન્સીના માણસોને ગ્રામજનોએ ગાડી રોકી લીધી ગાડીની ચાવી કાઢી લીધી અને ગાડીમાં જેટલી ગેસ સિલિન્ડરો હતા એ બધા સિલિન્ડરનો વજન કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ગામ એક થઈ તંત્રને જાણકારી હતી ત્યારે અમરેલી થી ધોલમા કાંટા વાળા આવી ગયા હતા અને વડીયા મામલતદાર કચેરીએથી પણ તેના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને કુકાઓથી પોલીસ પણ પહોંચી ગઈ હતી સમગ્ર ઘટનાની આ અધિકારીઓની વચ્ચે તપાસ કરવામાં આવી હતી.
કુલ ગામની અંદર 22 ગેસ સિલિન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા અને એ 22 એ 22 ગેસ સિલિન્ડર માંથી ગેસ ઓછો નીકળ્યો કોઈમાં દોઢ કિલો કોઈમાં બે કિલો તો કોઈમાં ત્રણ કિલો સુધીનો ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછો નીકળતા આ 22 ગેસ સિલિંડરોને સીલ કરવામાં આવ્યા હતા નાના એવા ગામની અંદર ગામડું જાગૃત થયું હોય તેવા પ્રથમ અમરેલી જિલ્લામાં કિસ્સો સામે આવ્યો છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી ગ્રામજનોએ કરીને સામે બતાવી દીધું હતું હવે ગ્રામજનોએ તંત્રની પાસે કાયદેસરની કાર્યવાહીઓ અને ગેસની ચોરી કરનારાઓની સામે પગલાંઓ લેવાની માંગ કરી છે.
મહિલાઓએ પણ પોતાનો સરકારની સામે રોષ ઠાલવ્યો છે મહિલાઓએ જણાવ્યું હતું કે ₹400 નો ગેસનો બાટલો આજે 1100 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે અને તેમાં એ ધરાતા નથી તો ગેસના બાટલાની અંદરથી ગેસની ચોરી કરી રહ્યા છે પહેલા ગેસની બાટલો આપવા આવતા હોય ત્યારે દરવાજેથી અવાજ મારતા અને બાટલો આપતા હવે રસોડામાં આવીને બાટલો મૂકી જાય છે અને બાટલો લઈ જાય છે એટલે અમોને ખબર જ પડતી નથી આ જ રીતે ગ્રામજનો એ પણ સૂત્રોચાર કરી અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નારાઓ લગાવ્યા હતા અને આ તમામ બાબતની તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા તપાસણીઓ કરવામાં આવી અને 22 બાટલાને સીલ કરવામાં આવી હતી છતાં પણ અધિકારીઓને પૂછવામાં મીડિયા દ્વારા પૂછવામાં આવતા મોં પર તાળા લગાવી મૌન મૌન ધારણ કરી લીધું હતું ત્યારે અમરેલી જિલ્લા કલેકટરને પણ આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમને પણ મૌન ધારણ કરી લીધું.
સરકાર દ્વારા ગેસ સિલિન્ડર નો ભાવ 1000ની 70 રૂપિયા છે ત્યારે અહીં ગ્રામજનોને 1100 રૂપિયામાં ઘરે ગેસ સિલિન્ડર પહોંચે છે અને વધારે પૈસા લેવાતા હોય એવું પણ ગ્રામજનોના આક્ષેપો થયા છે ત્યારે જોવાનું એ રહેશે ગ્રામજનોએ પોતાની જાગૃતતા જણાવી દીધી છે તંત્ર એ પણ તપાસો કરી દીધી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવ્યું છે 22 ગેસ સિલિન્ડરની બોટલો સીલ કરવામાં આવી છે ત્યારે તંત્ર આ બાબતે પગલાઓ લેશે.? યોગ્ય ન્યાય આ ગામડાને આપશે કે નહીં…? કે પછી અન્ય કૌભાંડોની જેમ આ કૌભાંડ સંકેલાય જશે એ પણ આવનારો સમય જ બતાવશે