નવરાત્રીના પર્વ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર-ઠેર નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેના ભાગ‚પે રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ખાતે નવરાત્રીની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.કાર્યકર્તા મોહિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી થઈ રહી છે. તેમાં અમે બધા ક્ધવીનરો છેલ્લા ૩ મહિનાથી જહેમત ઉઠાવી રહ્યા છીએ. આ વખતે સ્પેશિયલમાં અમદાવાદથી ટીમ આવી છે. તેમજ અહીં અમે ગામડુ ઉભુ કરવાના છીએ. ટૂંકમાં ગામડાની થીમ આપી છે. આ વખતે સિંગરમાં દેવ ભટ્ટ, હીના મીર, જય દવે રહેશે. આરીફ ચીનાનું ઓરકેસ્ટ્રા રહેશે. તેમજ સાઉન્ડ મહેશનું રહેશે. સિકયોરીટીમાં ૬ બાઉન્સરો ઉભા રહેશે. ૨૦ સિકયોરીટી પર્સન ઉભા રહેશે. તેમજ સીસીટીવી કેમેરાથી આખુ ગ્રાઉન્ડ સજજ રહેશે.
Trending
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના