નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે હાલમાં કોરોના સંક્રમણ સતત વધી રહેલ છે. જે અન્વયે નોવેલ કોરોના વાયરસ ના વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર તથા જીલ્લા મેસ્ટ્રેટ રાજકોટ તરફથી જાહેર થયેલ ગાઇડ લાઇન- જાહેરનામા અન્વયે માસ્ક દંડ માસ્ક વિતરણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે ગઇકાલે રાજકોટ ગ્રામ્ય માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી કરી છે.
જાહેરનામાના ભંગ બદલ 1પ ગુના નોંઘ્યા છે. માસ્ક ન પહેરલ હોય તે બદલ 13ર લોકો પાસેથી રૂ. 1,32,000 નો દંડ વસુલ્યો છે તેમજ 1296 જેટલા માસ્કનું જાહેર જનતામાં વિતરણ કરાયું છે.