સોમનાથ મંદિર એન્ટ્રીચેકીંગથી દિગ્વીજય દ્વાર સુધી દર્શનાર્થીઓને ઉનાળાનો તાપ-વરસાદ ન લાગે તે માટે મંડપો બાંધવામાં આવ્યા
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે યાત્રિકોની સુવિધાઓ અર્થે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન તથા ઈન્જીનીયર વિભાગ દ્વારા સોમનાથ મંદિર એન્ટ્રી ચેકીંગ પોસ્ટથી છેક દિગ્વીજય દ્વાર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોચતા દર્શનાર્થીઓને ઉનાળાનો તાપ-વરસાદ ન લાગે તે માટે મંડપો બાંધવામાં આવ્યા હતા.
જે મંડપો દૂર કરી હવે તેને સ્થાને મંદિરના દરજજા આર્કીટેક શેપ અને આઈકોનીક ટેમ્પલ વિશેષતાસમા શંકુ આકારના શીખર ધરાવતા તડકો વરસાદથી રક્ષણ આપતા 15-15ના કુલ 20 શ્ર્વેત ટેન્ટ લગાવાયેલ છે.
આ પ્રકારના ટેન્ટ કચ્છ રણોત્સવમાં જોવા મળતા હોય છે. આ ટેન્ટ વોટરપ્રુફ છે. સાથોસાથ શ્ર્વેત સફેદ કલર ચાંદની રાતમાં વધુ નિખરી ઉઠે છે. અને આમ છાયડાનો છાયડો અને યાત્રિકોમાં નવીનતાનું આકર્ષણ ઉમેરાયું છે.