વડતાલ ગોપાળાનંદ સ્વામીના આસને નિત્યસ્વરુપદાસજી સ્વામીના ૫૫ મુમુક્ષુને, જ્ચારે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ગુરુમંત્ર આપી ઉપવિત ધારણ કરાવી ભાગવતી દિક્ષા આપી ત્યારે મંદિરના પરિસરમાં દર્શનાર્થે ઉમટેલ દસ હજારથી વધુ ભકતોએ દિવ્ય પ્રસંગને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજે જણાવ્યું હતુ કે, નિત્યસ્વરુપદાસજી સ્વામી સાધુગુણે સંપન્ન સંત છે, તેમણે અત્યાર સુધીમા ૮૫ જેટલા મંદિર કરી સંપ્રદાયની શાન વધારી છે. આજે તેના ૫૫ જેટલા મુમુક્ષુ પાર્ષદોને દેક્ષિા આપતા અમને અત્યંત આનંદ થાય છે. જેમા ૩૫ દિક્ષાર્થી મુમુક્ષુ તો અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાનો છે. નવા દિક્ષિત થયેલ સંતોએ ધર્મામૃત, શિક્ષાપત્રી ને ગુરુની આજ્ઞામાં રહી નિર્માની ભાવે સંપ્રદાયનો વિકાસ કરવો. ખરેખર આજે જેણે પોતાના વ્હાલસોયા પુત્રનું દાન કરેલ છે તે તમામ માતાપિતાને અભિનંદન છે.
આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, ડો.સંતવલ્લભદાસજી સ્વામી, ચેરમેન દેવસ્વામી, ગાંધીનગરથી જ્ઞાનજીવનદાસજી સ્વામી, અમરોલીથી હરિવલ્લભદાસજી સ્વામી, ધંધુકાથી ધર્મપ્રસાદજી સ્વામી -બાપુ સ્વામી, ખાનદેશી ધર્મપ્રસાદદાસજી સ્વામી, વગેરે ધામધામથી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.