સુરત રેલવે પોલીસ દ્વારા વાહન ચાલકને પકડી મારામારીનો વિડિયો વાયરલ
ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે .
વાહન ચાલકે પોતે કોઈ નિયમનો ભંગ કર્યો ન હોવા છતાં ગેરકાયદેસર કાર્યવાહી કરતાં પોલીસ કર્મચારીઓનો વિડીયો બનાવ્યો.
વાહન ચાલક સાથે મારામારી કરી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કન્ફેશન લખાવડાવ્યુ હોવાનો વાહન ચાલકનો આક્ષેપ .
જનતા સાથે આવી કોઈ ઘટના થાય તો પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસી ની ધારા 294b, 323, 166A, 330 ગુનો બને છે: મેહુલ બોઘરા
સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા પોલીસકર્મીને ફરજ મોકૂફ કરવામાં આવ્યો.
રેલવે પોલીસકર્મી નરશીભાઈ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો
પોલીસ દ્વારા ગેરવર્તુણ કરવામાં આવતા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો.
ભાવેશ ઉપાધ્યાય