જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિનાં પૂર્વ ચેરમેન મેરૂભાઈ રામ સૌથી વધુ મત મેળવનારા ઉમેદવાર બન્યાં

‘અબતક’ દ્વારા ચૂંટણી અંગે કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ

ઉના માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં સૌ કોઈની નજર મંડરાયેલ હતી. આ સમયે ‘અબતક’ સાંઘ્ય દૈનિકે જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી સાબિત થઈ છે. ખેડુત સહકારી પેનલના તમામ ઉમેદવારે ભવ્ય વિજય મેળવી અને પૂર્વ ચેરમેન લાખાભાઈ ઝાલાના સાથી ૧૪ ઉમેદવારોએ કબજો જમાવી બતાવ્યો એવામાં સૌથી વધુ મત જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મેરૂભાઈ રામને ૭૨૭ મત મેળવ્યા હતા.IMG 20181127 153833ચુંટણીમાં મેરૂભાઈ જાદવભાઈ રામ ૭૨૭ મતે, હરિભાઈ ભાયાભાઈ ચૌહાણ ૭૧૫ મતે, દિલીપભાઈ ભાણાભાઈ ઝણકાટ ૬૯૨ મતે, લાખાભાઈ ઉકાભાઈ ઝાલા ૬૯૦ મતે, મુકેશભાઈ જેસીંગભાઈ મોરી ૬૭૯ મતે, રૂડાભાઈ પુનાભાઈ શીંગડ ૬૭૮ મતે, સોલંકી કાળુભાઈ સીદીભાઈ ૬૬૮ મતે, સખરેલીયા છગનભાઈ મોહનભાઈ ૬૫૪ મતે, ટાંક પ્રકાશભાઈ દેવશીભાઈ ૭૫ મતે, જાદવ બકુલભાઈ હમીરભાઈ ૭૦ મતે, પરમાર રાવતસિંહ વીરાભાઈ ૬૯ મતે, વાઢેર બાલુભાઈ મનુભાઈ ૬૯ મતે વિજય બન્યા છે.IMG 20181127 153739જયારે ચુંટણીમાં ખેડુત સહકારી પેનલમાં અશ્વીનભાઈ આણદાણી, હિંમતભાઈ પડશાળા, પરેશ આણધણી, હરિભાઈ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓની કામગીરીથી પૂર્વ ચેરમેન લાખાભાઈ ઝાલાની પેનલનો ભવ્ય વિજય થયેલ. પરિણામ આવ્યા બાદ હારતોરા કરી મોઢા મીઠા કરેલ. પરિવર્તન પાટીનું પરિવર્તન કરી અને પૂર્વ નેતાઓએ પોતાની તાકાત અને એકતા બતાવી દીધેલ કે અમે બધા આવી જ રીતે એક રહ્યાનો ભવિષ્યમાં આવી કારમી હારનો સામનો કરવાની સહનશકિત રાખશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.