રૂપિયા અઢી લાખમાં વનબેડરૂમ કિચનની સ્કીમના બહાને રકમ લઈ પ્રોજેક્ટ અધૂરું મૂકી ગ્રાહકોને અપાય “ખો’
સેલવાસમાં બિલ્ડર પ્રેમ ચૌધરી દ્વારા કરવામાં આવેલી કથિત છેતરપિંડી સામે નારાજ થયેલા લોકોએ પોલીસ ફરિયાદ લખાવી છે, અઢી લાખ રૂપિયામાં વન બેડરૂમ કિચન ના ફ્લેટ આપવા ના નામે પૈસા ઉઘરાવી લીધા બાદ વર્ષો સુધી મકાન ના આપનાર બિલ્ડર પ્રેમ ચૌધરી સામે 500 થી વધુ ભોગ બનનારાઓએ સેલવાસ પોલીસ સ્ટેશનને જઈ ફરિયાદ કરી હતી, ભોગ બનનારાઓનું કહેવાનું છે કે વર્ષો પહેલા બિલ્ડર પ્રેમ ચૌધરી એ અમારી પાસેથી અઢી લાખ રૂપિયામાં એક રૂમ કિચન બનાવીને આપવા નું વચન આપ્યું હતું.
અમારી પાસેથી પૂરી રકમ લઈ લીધી હતી, પરંતુ મુદત માં અમને મકાન બનાવીને આપ્યા નથી, દરમિયાન કોરોના આવ્યો તો કોરોનાના બહાને બે વર્ષનો સમય વીતી ગયો.. કોરોના ને બે વર્ષ થવા આવ્યો..પરંતુ હજી સુધી બિલ્ડરે મકાન બનાવીને આપ્યા નથી, આ માટે અમે પોલીસ ફરિયાદ કરવા આવ્યા છે.
બિલ્ડર પ્રેમ ચૌધરી સામે ડુંગરા પોલીસમાં પણ છેતરપિંડી મામલે ધરપકડ થઈ હતી ત્યાં રિમાન્ડ પૂરી થતાં મુક્ત થયો હતો ,પ્રેમ ચૌધરી એ ઓફિસ ખોલી એજન્ટોના માધ્યમથી વન ટાઈમ પેમેન્ટ મોડ પર એક રૂમ કિચન નું બુકિંગ કરાવતો હતો. પ્રોજેક્ટના નામે થોડું કામ કરીને રોકાણકારોને મૂરખ બનાવતો હતો, તેનાથી નારાજ ભોગ બનનારાઓએ બિલ્ડર પ્રેમ ચૌધરી વિરુદ્ધ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરી હતી.